Cyclone Tauktae in Gujarat : તાઉ તેનું તાંડવ, વીજ પોલ માથે પડતાં પાટણમાં એક મહિલાનું મોત

|

May 17, 2021 | 7:55 PM

વીજ પોલના વાયર ખેંચાવાના કારણે ઇલેક્ટ્રીક પોલ ખાટલા પાથરીને ઘરની બહાર આરામ ફરમાવતી રાવળ પરિવારની મહિલા પર પડ્યો હતો.

Cyclone Tauktae in Gujarat : તાઉ તેનું તાંડવ, વીજ પોલ માથે પડતાં પાટણમાં એક મહિલાનું મોત

Follow us on

Cyclone Tauktae in Gujarat : પાટણ (Patan)શહેરના મોતીસા દરવાજા બહાર આવેલ હરી નગરમાં રહેતા રાવળ પરિવારના ત્રણ સભ્યો રવિવારની રાત્રે નવ કલાકના સુમારે પોતાના ઘર આગળ ખાટલા પાથરીને આરામ ફરમાવી રહ્યાં હતા. ત્યારે વાવાઝોડાના કારણે આવેલા સુસવાટાભેર પવન ફૂંકાતા હરિ નગર વિસ્તારમાં લીમડાનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. વૃક્ષ ધરાશાયી થતાં ઈલેક્ટ્રીક વાયર ઉપર પડ્યું હતું, વીજ પોલના વાયર ખેંચાવાના કારણે ઇલેક્ટ્રીક પોલ ખાટલા પાથરીને ઘરની બહાર આરામ ફરમાવતી રાવળ પરિવારની મહિલા પર પડ્યો હતો.

ભારે ભરખમ વીજ પોલ માથે પડતાં મહિલાને ગંભીર ઇજા થઇ હતી. આ બનાવના પગલે લોકોમાં તાઉ તેને લઈને જોરદાર ડર પેસી ગયો હતો. તો બનાવવી જાણ પાટણ નગર પાલિકાનાં પક્ષના નેતા દેવચંદભાઈ પટેલને થતાં તેઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન મહિલાનું મોત થયું હતું

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શું છે તાઉ તેની હાલની સ્થિતિ ?

‘તાઉ તે’ તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાનમાં ફેરવાયું છે. હાલમાં વાવાઝોડું દીવથી 90 કિલોમીટર દૂર રહી ગયું છે. 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. અને રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાની ગંભીર સ્થિતિને જોઈને PM નરેન્દ્ર મોદીએ CM રૂપાણી સાથે વાવાઝોડાં મુદ્દે ચર્ચા કરી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાત્રી આપી છે.

છેલ્લા 6 કલાકથી આશરે 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહયું છે. હાલમાં સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર ગ્રેટ ડેન્જર સિગ્નલ આપવામાં આવ્યા છે જેને લઈને આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી , ખેડા, પાટણમાં ભારે વરસાદ રહેશે.

Next Article