Cyclone Tauktae Gujarat Update: તાઉ તે વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં તંત્ર એલર્ટ, પરંતુ લોકો બેદરકાર

|

May 16, 2021 | 2:04 PM

Cyclone Tauktae Gujarat Update: આ વાવાઝોડું નલિયાથી પોરબંદરની વચ્ચેના ભાગમાં ટકરાય તેવી શક્યતા છે. 17મેએ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે.

Cyclone Tauktae Gujarat Update: આ વાવાઝોડું નલિયાથી પોરબંદરની વચ્ચેના ભાગમાં ટકરાય તેવી શક્યતા છે. 17મેએ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના મતે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. ગુજરાતના તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

આ વચ્ચે વલસાડ જિલ્લાના દરિયાકિનારાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. પરંતુ આ વચ્ચે તિથલના દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક માટે દેખાયા હતા. દરિયા કિનારે પાણી નજીક પણ જોખમી અંતરે અનેક લોકો અને બાળકો પણ જોવા મળ્યા હતા. દરિયા કિનારે અનેક લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.

તિથલના દરિયા કિનારે પોલીસની ગેરહાજરીમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા.સલામતીના ભાગ રૂપે તંત્ર દ્વારા તિથલ દરિયા કિનારા પરના સ્ટોલ અને લારી ગલ્લાઓ પણ બંધ કરાવ્યા હતા. જોકે તંત્ર ના સુચનો કે ચેતવણી ની તિથલના દરિયા કિનારે લોકોને કોઈ અસર નહીં.

વલસાડ જિલ્લાના દરિયા કિનારા ને અડી ને આવેલા 35 ગામો અને અન્ય ગામો મળી કુલ 84 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જો સ્થળાંતર કરવાંની જરૂર જણાય તો લોકોને રાખવાની જગ્યાઓની વ્યવસ્થા પણ વહીવટી તંત્ર દ્રારા કરી દેવામાં આવી છે.

89 સેલટર હોમમાં 10 હજાથી વધુ લોકો વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે જો સ્થળાંતર કરવાનો વારો આવે તો કોરોના ની ગાઈડલાઇન્સ સાથે તમામ લોકોને સ્થળાંતર કરવામાં આવશે.

Next Video