Cyclone Tauktae Gujarat Update: નવસારી જિલ્લામાં વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ પર

|

May 16, 2021 | 11:40 AM

તાઉ તે વાવાઝોડાની શક્યતાની પગલે નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારાને એલર્ટ કરવામાં આવ્યો છે.

Cyclone Tauktae Gujarat Update: નવસારી જિલ્લામાં વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ પર
નવસારી

Follow us on

Cyclone Tauktae Gujarat Update:  તાઉ તે વાવાઝોડાની શક્યતાની પગલે નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારાને એલર્ટ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લા જલાલપોર તાલુકાનું એક એવું ગામ છે કે જે દરિયામાં વસેલું છે. ગામને બચાવવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ડિઝાસ્ટર સેન્ટર બનાવવામાં આવ્યું છે.

પાંચ હજારની વસ્તી ધરાવતા અને એક માત્ર માછીમારીથી રોજગારી મેળવતા લોકોને કુદરતી આપતી વખતે સ્થળાંન્તરીત કરવા માટે 5 કરોડના ખર્ચે ડિઝાસ્ટર સેન્ટર બનાવવામાં આવ્યું છે. હાલ વાવાઝોડાની શકયતા ના પગલે ગામની ટિમ ગામમાં ફરીને લોકોને વાવાઝોડા બાબતે માહિતી આપી રહી છે અને જાગૃતિ લાવી રહી છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

વાવાઝોડાની શક્યતાએ નવસારી જિલ્લાને હાઇએલર્ટ કરી દીધો છે નવસારી જિલ્લાના સૌથી વધુ અસર થઇ શકે એવા ગામોમાં વહીવટીતંત્રએ અધિકારીઓની નિમણૂક કરી દીધી છે.

દરિયાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે જેમાં સૌથી મહત્વનો ગણાતો ધોલાઈ બંદર અને ત્યાંથી ફિશિંગ કરવા માટે જતી બોટો પર નજર રાખવામાં આવી રહી છે. દરિયા કિનારે વસેલું ધોલાઈ ગામ એલર્ટ કરી દેવામાં આવ્યું છે કોઇ અનિચ્છનીય ઘટના ઘટે તો સ્થળાંતર માટેની પણ તૈયારીઓ ગામના લોકોએ રાખી છે અને હવામાન વિભાગની આગાહીઓ અને સરકારના આદેશ ઉપર ગામના લોકો નજર રાખીને બેઠા છે.

Next Article