Cyclone Tauktae : ગુજરાતમાં અસર દેખાડવા માંડ્યુ ચક્રવાત, નવસારી જિલ્લામાં વરસાદની શરૂઆત

|

May 16, 2021 | 4:05 PM

વાવાઝોડું 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનીક સ્ટોર્મ વધુ મજબૂત થઇને સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં તબદીલ થઇ ચૂક્યું છે.

Cyclone Tauktae : ગુજરાતમાં અસર દેખાડવા માંડ્યુ ચક્રવાત, નવસારી જિલ્લામાં વરસાદની શરૂઆત
File Photo

Follow us on

Cyclone Tauktae Gujarat Update : નવસારી (Navsari) જિલ્લામાં તાઉ તે વાવાઝોડા ની અસર વર્તાઈ રહી છે. જિલ્લાના ખેરગામ, ચિખલી જલાલપોર અને નવસારી તાલુકામાં વરસાદની શરૂઆત થઇ છે. જલાલપોર તાલુકાના ૧૬ જેટલા ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.

મુખ્યપ્રધાન વિજય ભાઈ રૂપાણી સાથે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની વિડીયો કોન્ફરન્સ પણ યોજવામાં આવી છે. NDRFની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સમગ્ર જિલ્લાના 52 કિલોમીટરના દરિયાકિનારા ઉપર અધિકારીઓની ટીમ બનાવી દરિયાના સીટી પર નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડું ત્રાટકે તો કુદરતી આપત્તિ સામે લડવા માટે NDRFની એક ટિમ નવસારી શહેરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

તાઉ-તે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું ગુજરાતના કાંઠે ટકરાય તો કાંઠા વિસ્તારને ભારે નુકસાન કરી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડા મોટાભાગે પાકિસ્તાન, યમન અને ઓમાન જ્યારે બંગાળના અખાતમાં સર્જાતા વાવાઝોડાં મ્યાનમાર, બાંગ્લાદેશ જેવા દેશો તરફ જ ફંટાઈ જાય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

‘તાઉ તે’ વાવાઝોડું 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું સાયક્લોનીક સ્ટોર્મ વધુ મજબૂત થઇને સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં તબદીલ થઇ ચૂક્યું છે, જે ટૂંક સમયમાં જ વેરી સિવિયર સાયક્લોનીક સ્ટોર્મમાં પરિણમશે.

આ વાવાઝોડું નલિયાથી પોરબંદરની વચ્ચેના ભાગમાં ટકરાય તેવી શક્યતા છે. 17 મેએ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના મતે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. ગુજરાતના તમામ બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને નૌકાદળ સજ્જ થઈ ગયા છે. કોસ્ટગાર્ડ અને નૌકાદળ દરિયામાં રહેલા માછીમારોને એલર્ટ કરી રહ્યા છે. અરબી સમુદ્રમાં હાલ એક પણ બોટ નહીં હોવાના અહેવાલ મળી રહ્યા છે. વાવાઝોડાને પગલે દરિયામાં હળવો કરંટ છે, નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા તંત્રની તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચો :  Cyclone Tauktae Gujarat Update : સંભવિત વાવાઝોડાના પગલે દ્વારકા જિલ્લા પ્રશાસને 51 ગામોમાં સેલ્ટર હોમ ઉભા કર્યા

Next Article