Cyclone Tauktae Update : અમદાવાદના ધોલેરાના 962 લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાયા

|

May 17, 2021 | 7:30 PM

ગુજરાતમાં આવી રહેલા Cyclone Tauktae ના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. જેમાં અમદાવાદ જિલ્લાના ધોલેરાના ગામના 962 લોકોને જિલ્લા વહીવટીતંત્રએ અલગ અલગ આશ્રય સ્થાનોમાં સલામત રીતે ખસેડયા છે.

Cyclone Tauktae Update : અમદાવાદના ધોલેરાના 962 લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાયા
અમદાવાદના ધોલેરા ગામના 962 લોકો 38 આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાયા

Follow us on

ગુજરાતમાં આવી રહેલા Cyclone Tauktae ના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. જેમાં અમદાવાદ જિલ્લાના ધોલેરાના ગામના 962 લોકોને જિલ્લા વહીવટીતંત્રએ અલગ અલગ આશ્રય સ્થાનોમાં સલામત રીતે ખસેડયા છે.

અમદાવાદ જિલ્લા કલેકટરે આ અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ કોરોનાના ચેપના કેસ વધી રહ્યા હોવાના પગલે આ તમામ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડતા પૂર્વે તેમનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ જિલ્લામાં કુલ 38 આશ્રય સ્થાનો કાર્યરત છે. જેમાં તમામ કોવિડ ગાઇડલાઈન સાથે તેમને ખસેડવામાં આવ્યા છે.આ ઉપરાંત છ ગામોમાં છ આશ્રય સ્થાનો કાર્યરત છે જેની ક્ષમતા 2400 લોકોને સમાવવાની છે. આ ઉપરાંત 5000 જેટલા ફૂડ પેકેટ એનજીઓની મદદથી તૈયાર કરવામાં આવી રહ્યા છે.

Ahmedabad Dholera Shelatar House

ગુજરાતના દરિયાકાંઠે Cyclone Tauktae નો ખતરો તોળાઈ રહ્યો છે. વાવાઝોડું 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આજે રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના પોરબંદર અને મહુવાની વચ્ચે ટકરાશે વાવાઝોડું. દિવથી 20 કિમી પૂર્વ દિશા તરફ વાવાઝોડું ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું ગુજરાતને ટકરાશે ત્યારે પવનની ઝડપ 155થી 165 કિમી પ્રતિ કલાક હશે કે જે વધીને 185 કિમી કલાક થઈ શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દરિયાકાંઠાના દોઢ લાખ લોકોનું સ્થળાંતર

Cyclone Tauktae ના પગલે દરિયાકાંઠાના દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે. NDRF અને SDRFની ટીમો પણ પહોંચી ગઈ છે. પાવર બેકઅપ ઊભો કરવા સૂચના અપાઈ છે. કુલ 1 હજાર 428 જગ્યાએ પાવર બેક અપ ઊભા કરાયા છે. વીજ કંપનીની 661 ટીમ કાર્યરત છે. 444 આરોગ્યની ટીમ કામે લગાડી છે.

174 આઈસીયુ ઓન વ્હીલ સ્ટેન્ડ ટુ

174 આઈસીયુ ઓન વ્હીલ સ્ટેન્ડ ટુ છે. 607 જેટલી 108ની એમ્બ્યુલન્સ કાર્યરત કરાઈ છે. તેમણે કહ્યું કે કોરોના દર્દીઓને તકલીફ ન પડે તે માટે 3 દિવસ ચાલે તેટલા રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવાયા છે. 1700 ટન જેટલા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાના સંકટને લઈ પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સતત સંપર્કમાં છે.

Published On - 7:27 pm, Mon, 17 May 21

Next Article