અરબ સાગરમાં આવેલા વાવાઝોડાનું નામ શક્તિ કેવી રીતે પડ્યુ, જાણો શું હોય છે ચક્રવાતના નામકરણની પ્રક્રિયા- વાંચો

અરબી સમુદ્રમાં આવેલા શક્તિ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડુ જેમ-જેમ ગુજરાત તરફ આગળ વધશે તેમ તેમ નબળુ પડતુ જશે. આથી ગુજરાતને ખાસ કોઈ નુકસાન થવાની સંભાવના નથી દેખાઈ રહી. આ વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવ્યુ છે. ત્યારે આ નામ કોણે આપ્યુ અને વાવાઝોડાના નામકરણની શું પ્રક્રિયા હોય છે. તેના વિશે જાણીએ.

અરબ સાગરમાં આવેલા વાવાઝોડાનું નામ શક્તિ કેવી રીતે પડ્યુ, જાણો શું હોય છે ચક્રવાતના નામકરણની પ્રક્રિયા- વાંચો
| Updated on: Oct 28, 2025 | 8:54 AM

અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલું ચક્રવાત શક્તિ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું છે અને આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ વાવાઝોડા અંગે ગંભીર ચેતવણી જારી કરી હતી. અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડાએ ગુજરાત તરફ વળાંક લઇ લીધો છે અને હવે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જો કે સારી વાત એ છે કે હવે વાવાઝોડું ખુબ જ નબળું પડી ગયું છે અને જેમ જેમ વાવાઝોડા ગુજરાત તરફ આગળ વધશે તેમ તેમ હજુ પણ નબળું જ પડતું જશે અને દરિયામાં જ વિખેરાઇ જશે. આ સાયક્લોન ગુજરાત તરફ માત્ર ડિપ્રેશન બનીને જ આવશે. જેથી માત્ર સામાન્ય વરસાદની જ શકયતાઓ છે.આ વાવાઝોડાને ‘શક્તિ’ નામ આપવામાં આવ્યું છે. શ્રીલંકાએ આપ્યુ ‘શક્તિ’ નામ આ નામ શ્રીલંકાએ આપ્યું હતું. નોંધનીય છે કે, આ વખતે વાવાઝોડાના નામકરણની જવાબદારી શ્રીલંકાની હતી. આ પ્રક્રિયા વિશ્વ હવામાન સંગઠન (WMO) અને એશિયા-પેસિફિક માટે આર્થિક અને સામાજિક આયોગ (ESCAP) દ્વારા નક્કી કરાયેલી પ્રણાલી અંતર્ગત થાય છે. આ ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા,...

Published On - 7:53 pm, Sun, 5 October 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો