150 મુસાફરો સાથે ક્રૂઝની દીવમાં એન્ટ્રી, અનેક સુવિધાઓથી સજ્જ ‘મુંબઈ મેઈડ ઇન’ ક્રુઝ

|

Nov 06, 2021 | 8:48 PM

દીવ પહોંચીને મુસાફરોએ દરિયાના ઉછળતા મોજામાં બોટિંગનો આનંદ માણ્યો હતો. અહીં મુસાફરોએ દરિયામાં મસ્તી કરતી ડોલ્ફીનનો પણ નજારો માણ્યો હતો. હાલ રજાના માહોલ વચ્ચે દીવમાં અલગ-અલગ સ્થળોએથી મુસાફરો પહોંચી રહ્યા છે.

દિવાળી વેકેશનનો લોકો આનંદ માણી રહ્યા છે. પર્યટન સ્થળ દીવમાં મુસાફરોનો ધસારો વધ્યો છે. ત્યારે સુરતના હજીરાથી 150 મુસાફરોને મુંબઈ મેઈડન નામનું ક્રૂઝ દીવ બંદરે પહોંચ્યું હતું. ક્રૂઝમાં દીવ પહોંચેલા પર્યટકોએ દીવ પહોંચી આનંદ વ્યક્ત કર્યો હતો. 7 મહિના બાદ ફરી ક્રૂઝ દીવ પહોંચ્યું હતું. ક્રૂઝમાં દીવ પહોંચેલા મુસાફરોએ કહ્યુ કે, તેમને મુંબઈ મેઇડ ઇન ક્રુઝમાં કસીનો, નાઈટ ક્લ્બ, રેસ્ટોરન્ટ, હોટેલ જેવી સુવિધા આપવામાં આવી. અન્ય મુસાફરે કહ્યું કે, મુંબઈ મેઈડન ક્રૂઝમાં સિંગલ કેબિનનું 2 હજાર 500 જ્યારે ડબલ કેબિનના 3 હજાર 500 રૂપિયા ભાડું રાખવામાં આવ્યું છે.

દીવ પહોંચીને મુસાફરોએ દરિયાના ઉછળતા મોજામાં બોટિંગનો આનંદ માણ્યો હતો. અહીં મુસાફરોએ દરિયામાં મસ્તી કરતી ડોલ્ફીનનો પણ નજારો માણ્યો હતો. હાલ રજાના માહોલ વચ્ચે દીવમાં અલગ-અલગ સ્થળોએથી મુસાફરો પહોંચી રહ્યા છે. દીવના ઘોઘલા અને નાગવા બીચ પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે.

નોંધનીય છેકે દિવાળી પર્વમાં ગુજરાતીઓ સૌથી વધારે પ્રવાસ કરે છે. ત્યારે દીવના બીચોને માણવા ગુજરાતીઓ અહીં આવી રહ્યા છે. અને, મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસી હાલ દીવમાં ઉમટી પડયા છે. ત્યારે આ ક્રુઝની સવારી માણવાનો પણ લ્હાવો પ્રવાસીઓ ચુકવા માંગતા ન હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : Bhai Dooj: પ્રિયંકા ગાંધીએ ભાઈ બીજની શુભેચ્છા પાઠવવા રાહુલ ગાંધીનો જૂનો ફોટો શેર કર્યો, રાહુલે આપી પ્રતિક્રિયા

આ પણ વાંચો : Ahmednagar Hospital Fire : મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિજનોને પાંચ લાખ સહાયની કરી જાહેરાત, કલેક્ટરે તપાસના આદેશ આપ્યા

Published On - 6:43 pm, Sat, 6 November 21

Next Video