Crime News : સસ્તા શેમ્પુ ખરીદનારા સુરતી સાવધાન ! અમરોલી પોલીસે ડુપ્લીકેટ શેમ્પુ બનાવવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ

|

May 31, 2022 | 5:18 PM

પોલીસે (Police )હવે એ દિશામાં પણ તપાસ શરૂ છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી આ ડુપ્લીકેટ શેમ્પુ બનાવવાનો ધંધો કરતા હતા. અને આ કૌભાંડમાં તેમની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે.

Crime News : સસ્તા શેમ્પુ ખરીદનારા સુરતી સાવધાન ! અમરોલી પોલીસે ડુપ્લીકેટ શેમ્પુ બનાવવાના કૌભાંડનો કર્યો પર્દાફાશ
Duplicate Shampoo (File Image )

Follow us on

સુરત(Surat ) શહેરના અમરોલી(Amroli )-કોસાડ આવાસમાં પોલીસે દરોડા (Raid )પાડી હિન્દુસ્તાન યુનિલીવર કંપનીના ડવ, ટ્રેસમી, ક્લિનીક પ્લસ અને સનસિલ્ક જેવી બ્રાંડના ડુપ્લીકેટ શેમ્પુ વેચવાનું કૌભાંડ ઝડપી પાડી રૂ. 36,278 નો મુદ્દામાલ કબ્જે લઇ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે એક પણ એવી વસ્તુ નહિ હોય કે જ્યાં કોઈ વસ્તુની ડુપ્લીકેટ બનતી ન હોય પછી કોઈ મોટા મશીનો હોય કે પછી નાની સોય હોય તેમ પણ સુરતમાં કોઈ પણ વસ્તુનું ડુપ્લિકેશન કરવી સામાન્ય થઈ ગયું છે.

સુરત શહેરના અમરોલી પોલીસ દ્વારા બાતમીના આધારે કોસાડ આવાસ એચ-1 બિલ્ડીંગમાં રહેતા નાજીમ કલ્લન ખસરા રાજુદીન છોટેખાન મનીહાર અને કમરૂદીન છોટેખાન મનીહાર અને મુહમ્મમદ જીશાન મુહમ્મદ જલીલ ને ઝડપી પાડયા હતા અને પોલીસને માહિતી હતી કે આ લોકો ડુપ્લીકેટ શેમ્પુ બનવી રહ્યા છે અને લોકોના સ્વાચ્છતા સાથે ચેડાં કરતા હતા. જેથી અમરોલી પોલીસે ઘરમાં સર્ચ કરતા ડવ ,ટ્રેસમી, ક્લિનીક પ્લસ. ટ્રેસમી શેમ્પુની બોટલ, ક્લિનીક પ્લસ શેમ્પુ, સનસિલ્ક શેમ્પુ, 1 કિલોગ્રામ નમકની થેલી, 20 ગ્રામના કલરના પાઉચ 500 ગ્રામ પાઉડરની થેલી સહિત કુલ રૂ. 36,278 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

બાદમાં પોલીસે ચારેયની પૂછપરછમાં તેઓ હિન્દુસ્તાન યુનિલીવર કંપનીના ડવ, ટ્રેસમી, ક્લિનીક પ્લસ, સનસિલ્ક જેવી બ્રાંડના શેમ્પુની બોટલોમાં ડુપ્લીકેટ શેમ્પુ ભરી વેચાણ કરતા હોવાની કબૂલાત કરી હતી. મહત્વનું એ છે કે રેડ કરતા અહીંથી મોટા પ્રમાણ માં ડુપ્લીકેટ મુદામાલ જપ્ત કર્યો છે. આમ તો આ બાબતે જો પોલીસ સિવાય કોઈ બીજા લાગતા વળગતા વિભાગ દ્વારા તાપસ કરવામાં આવે તો મોટા પ્રમાણ માં ડુપ્લીકેટ સામગ્રીઓ મળી આવે તો નવાઈ નહિ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પોલીસે હવે એ દિશામાં પણ તપાસ શરૂ છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી આ ડુપ્લીકેટ શેમ્પુ બનાવવાનો ધંધો કરતા હતા. અને આ કૌભાંડમાં તેમની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. પોલીસને શંકા છે કે હજી બીજા લોકોની એમાં સંડોવણી હોય શકે છે.

Published On - 5:18 pm, Tue, 31 May 22

Next Article