Coronavirus Update: ભાવનગરની 108ની બિરદાવારુપ કાર્યવાહી, સંકટ સમયમાં પણ હૉસ્પિટલ બહાર ન લાગી ભીડ

|

May 10, 2021 | 5:25 PM

રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ ચાલતી ભાવનગર 108 સેવાએ ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. એપ્રિલ મહિનામાં જ્યારે કોરોનાએ માજા મુકી હતી, ત્યારે ભાવનગર જિલ્લામાં પણ કઈ આવી જ પરિસ્થિતિ હતી.

Coronavirus Update: ભાવનગરની 108ની બિરદાવારુપ કાર્યવાહી, સંકટ સમયમાં પણ હૉસ્પિટલ બહાર ન લાગી ભીડ
સાંકેતિક તસ્વીર

Follow us on

રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ ચાલતી ભાવનગર 108 સેવાએ ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. એપ્રિલ મહિનામાં જ્યારે કોરોનાએ માજા મુકી હતી, ત્યારે ભાવનગર જિલ્લામાં પણ કઈ આવી જ પરિસ્થિતિ હતી. જેમ ગુજરાતના અનેક જિલ્લામાં 108 એમ્બ્યુલન્સની હોસ્પિટલ બહાર લાઈન હતી અને દર્દીઓને 108 એમ્બ્યુલન્સમાંજ હોસ્પિટલ બહાર સારવાર આપવામાં આવી રહી હતી.

 

તેવી જ સ્થિતિ ભાવનગરમાં પણ હતી પરંતુ આ સ્થિતિમાં ભાવનગર કલેક્ટરની આગેવાની અને સતત મોનીટરીંગ સાથે હોસ્પિટલ અને 108ને સંકલનમાં રાખ્યા બાદ ભાવનગર જિલ્લામાં એકપણ હોસ્પિટલમાં 108ની લાઈન લાગવા ન દીધી.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

સાંકેતિક તસ્વીર

 

એપ્રિલ મહિનામાં 108 એમ્બ્યુલન્સ સેવામાં અનેક ગણો કામગીરીમાં વધારો થયો હતો. એપ્રિલ મહિના દરમિયાન 5,670 કોરોના ગ્રસ્ત દર્દીઓને સેવા આપી છે. સાથે તમામ દર્દીઓને ઓક્સિજન માટે એક ક્ષણ પણ એવી નથી રહી કે 108 એમ્બ્યુલન્સમાં ઓક્સિજન ઉપલબ્ધ ના હોય.

 

આ દર્દીઓને હોસ્પિટલના લઈ જતી વખતે 1099 લીટર ઓક્સિજન ઉપયોગમાં લેવામાં આવ્યો. આ માસ દરમિયાન 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી સાથે 108ના કર્મચારીઓની ત્વરીતતા, કટિબદ્ધતા, શિષ્ટા સાથે નમ્રતાપૂર્વક અભિગમ ભાવનગર જિલ્લાના લોકોના દિલમાં વસી ગયો.

 

 

આ માસમાં અનેક સગર્ભા મહિલા કોરોનાગ્રસ્ત હાલતમાં હતી એમની હોસ્પિટલમાં ખસેડવામાં આવી સાથે 8 જેટલી સગર્ભા કોરોનાગ્રસ્ત હાલતમાં એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક પ્રસુતિ કરવામાં આવી છે. આ રીતે માતા અને બાલ મૃત્યુ થતા અટકાવાયા. આ રીતે ભાવનગર 108 એમ્બ્યુલન્સ સેવા રાજ્યની અન્ય જિલ્લાની સરખામણીમાં અવ્વલ રહી અને રાજ્યના અન્ય જિલ્લાને શીખ અને ઉદાહરણરૂપ કામગીરી આપી.

 

આ પણ વાંચો: Surat: કોરોનાની બીજી લહેર ઓસરવાની શરૂઆત, ત્રીજી લહેર માટે સુરત મનપાની તૈયારી શરૂ

Published On - 5:23 pm, Mon, 10 May 21

Next Article