Corona Virus: સુરતમાં હોસ્પિટલની સંવેદના થઈ શૂન્ય, અડધી રાત્રે કોરોના દર્દીની લાશ રસ્તા પર મૂકી રઝળતી

|

May 03, 2021 | 6:24 PM

સુરતમાં પાંડેસરા સ્થિત એક કોવિડ હૉસ્પિટલની શરમજનક ઘટના સામે આવી છે. અહીં પ્રિયા જનરલ હૉસ્પિટલમાં 12 દિવસ પહેલા એક કોરોના દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે હોસ્પિટલે 10 હજાર રુપિયા ડિપોઝિટ ભરાવી લીધી હતી અને દર્દીને ન્યુમોનિયા થયો છે તેમ કહેવામાં આવ્યુ હતું.

Corona Virus: સુરતમાં હોસ્પિટલની સંવેદના થઈ શૂન્ય, અડધી રાત્રે કોરોના દર્દીની લાશ રસ્તા પર મૂકી રઝળતી
Dead body

Follow us on

Coronavirus: સુરતમાં પાંડેસરા સ્થિત એક કોવિડ હૉસ્પિટલની શરમજનક ઘટના સામે આવી છે. અહીં પ્રિયા જનરલ હૉસ્પિટલમાં 12 દિવસ પહેલા એક કોરોના દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે હોસ્પિટલે 10 હજાર રુપિયા ડિપોઝિટ ભરાવી લીધી હતી અને દર્દીને ન્યુમોનિયા થયો છે તેમ કહેવામાં આવ્યુ હતું.

 

પછી 8 દિવસ બાદ ફરી એકવાર તપાસ કરાવી તો ફેફસામાં 30થી40 ટકા ઈન્ફેકશન મળ્યું. એટલે કે દર્દી ખરાબ રીતે કોરોના વાયરસથી પ્રભાવિત થઈ ગયો હતો. હૉસ્પિટલમાં તેનો જીવ ન બચી શક્યો. જેથી પરિવારના લોકોમાં શોકની લાગણી હતી. હોસ્પિટલ પ્રશાસને દુ:ખની આ ઘડીમાં મૃતકના પરીવારજનોન પ્રત્યે સંવેદનહીનતાનો પરિચય આપ્યો.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

જે વ્યક્તિનું મૃત્યુ થયુ હતું તેમના દિકરાએ જણાવ્યું કે મારા પિતાનું નામ ભગવાન નાયક હતુ, તેમનો જીવ જતો રહ્યો હતો, આ હૉસ્પિટલના કર્માચારીઓએ લાશ શુક્રવારે રાત્રે 1 વાગ્યે રસ્તા પર રઝળતી મૂકી દીધી. તેઓ અમારા પાસે 85,000 રુપિયાની માંગ કરી રહ્યા હતા.

 

તેમણે જેટલી રકમનું બિલ બનાવ્યું હતુ, તેટલા રુપિયા અમારી પાસે નહોતા. તેમ છતા અમે કહ્યું કે અમે જલ્દી વ્યવસ્થા કરીને પૈસા આપી દઈશું. પરંતુ હૉસ્પિટલવાળાઓએ અમારી એક વાત ન સાંભળી અને મારા પિતાની લાશને હૉસ્પિટલ બહાર રઝળતી મૂકી દીધી.

 

મૃતકના દિકરાનું નામ ચંદ્રમોહન છે, તેમણે કહ્યું કે પિતાની લાશ અડધી રાત્રે હૉસ્પિટલ બહાર રસ્તા પર રઝળતી મૂકી દેવામાં આવી. લાશને રસ્તા પર એવી રીતે પછાડી કે માથામાંથી લોહી નિકળવા લાગ્યુ. માથામાં ઉંડો ઘા હતો. ડૉક્ટરોએ થૂંકીને અપમાન પણ કર્યુ. ડૉક્ટરોએ કહ્યું કે પૂરી રકમ ભરી દો પહેલા. અહીં અમે શોકમાં ડૂબેલા હતા આપને જણાવી દઈએ  કે દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 12 દિવસ તેમનો ઈલાજ ચાલ્યો હતો.

 

આ પણ વાંચો: Rajkot: ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર હરકતમાં, અધિકારીઓેને સર્વે કરવા કર્યો આદેશ

Next Article