Ahmedabad: કોરોનાથી સાજા થયેલા દર્દીએ સોલા સિવિલ હોસ્પિટલને 1 લાખ રુપિયા દાનમાં આપ્યા

|

May 04, 2021 | 8:06 PM

અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાંથી એક ઉદાહરણ રુપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાં રેમડિસિવર અને ઓક્સિજન આપવાથી 15 દિવસની સારવાર બાદ સાજા થયેલા દર્દીએ હૉસ્પિટલને 1 લાખ રુપિયા દાનમાં આપ્યા છે.

Ahmedabad: કોરોનાથી સાજા થયેલા દર્દીએ સોલા સિવિલ હોસ્પિટલને 1 લાખ રુપિયા દાનમાં આપ્યા
Sola Civil Hospital (File Image)

Follow us on

Coronavirus: અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાંથી એક ઉદાહરણ રુપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાં રેમડિસિવર અને ઓક્સિજન આપવાથી 15 દિવસની સારવાર બાદ સાજા થયેલા દર્દીએ હૉસ્પિટલને 1 લાખ રુપિયા દાનમાં આપ્યા છે.

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આપને જણાવી દઈએ કે અમદાવાદના નિકોલમાં રહેતા અને નિવૃત સરકારી ઓફિસર જયેશભાઈ દેસાઈ અને તેમના પત્નીને 5 એપ્રિલે કોરોના પોઝિટિવ આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવતા ત્રણ દિવસમાં તેમનું ઓક્સિજન લેવલ 70થી પણ નીચે જતુ રહ્યુ હતું. જયેશભાઈએ આસપાસની વિવિધ પ્રાઈવેટ હૉસ્પિટલમાં તપાસ કરી અને તેમને જાણકારી મળી કે માં કાર્ડ અને મેડિક્લેમ હોય તો હૉસ્પિટલમાં દાખલ નહોતા કરી રહ્યા.

 

 

ત્યારબાદ જયેશભાઆ દેસાઆએ 11 તારીખે સોલા સિવિલનો સંપર્ક સાધ્યો અને તેમને ઓક્સિજન આપવાની શરુઆત કરાઈ અને રેમડિસિવર ઈન્જેકશન અપાયુ, જેથી તેમનું ઓક્સિજન 70થી વધીને 90 થયુ અને ધીમેધીમે ઓક્સિજન 96 સુધી પહોંચી ગયુ. આમ તમામ મેડિકલ સ્ટાફના કામથી પ્રસન્ન થઈને જયેશભાઈએ હૉસ્પિટલને 1 લાખ રુપિયા દાન આપ્યા. જયેશભાઈ પ્રમાણે પ્રાઈવેટ હૉસ્પિટલમાં મને એક દિવસની સારવારનો 50 હજાર ખર્ચ કહ્યો હતો, 15 દિવસ દાખલ રહ્યો હોત તો 7.50 લાખ ખર્ચ થયો હોત.

 

આ પણ વાંચો: મારુ ગામ કોરોના મુક્ત: Tapi જિલ્લાનું એક એવું ગામ કે જે બન્યું 100 ટકા કોરોના મુક્ત, કોરોનાને હરાવવાની દૃઢ સંકલ્પ શક્તિ રંગ લાવી

Next Article