કોરોનાકાળમાં સુરતમાં નવરાત્રી આયોજકોએ સુરક્ષા કવચ સમિતિ બનાવવાની રહેશે, પાલિકા ધન્વંતરી રથ ફાળવશે

|

Oct 08, 2020 | 5:05 PM

ગણપતિ બાદ હવે ગુજરાતનો સૌથી મોટો અને લાંબો ચાલનારા ફેસ્ટિવલ નવરાત્રીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સરકારે 200 વ્યક્તિઓ સાથે ગરબાના આયોજનને પણ મંજૂરી આપી દીધી છે પણ તેમાં પણ સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય કે નહીં. તેવામાં તે પહેલાં સુરત મનપાએ તૈયારી કરી લીધી છે. સુરતમાં રોજના સરેરાશ 170થી 180 કેસો નોંધાઈ રહ્યા છે પણ હવે […]

કોરોનાકાળમાં સુરતમાં નવરાત્રી આયોજકોએ સુરક્ષા કવચ સમિતિ બનાવવાની રહેશે, પાલિકા ધન્વંતરી રથ ફાળવશે

Follow us on

ગણપતિ બાદ હવે ગુજરાતનો સૌથી મોટો અને લાંબો ચાલનારા ફેસ્ટિવલ નવરાત્રીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સરકારે 200 વ્યક્તિઓ સાથે ગરબાના આયોજનને પણ મંજૂરી આપી દીધી છે પણ તેમાં પણ સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય કે નહીં. તેવામાં તે પહેલાં સુરત મનપાએ તૈયારી કરી લીધી છે. સુરતમાં રોજના સરેરાશ 170થી 180 કેસો નોંધાઈ રહ્યા છે પણ હવે હળવા લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રિકવરી રેટ સારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ફરીવાર હીરાઉદ્યોગમાંથી કેસો સામે આવવા લાગ્યા છે. તેવામાં સુરત મનપાના આરોગ્ય વિભાગે રેપીડ ટેસ્ટની સંખ્યા વધારવાનું નક્કી કર્યું છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુરત રેલવે સ્ટેશન પર રોજના 800 રેપીડ ટેસ્ટ તો થઈ જ રહ્યા છે પણ હવે ઝોનદીઠ પણ 1,000 રેપીડ ટેસ્ટ કરવાનું આયોજન મનપાએ હાથ ધર્યું છે. નવરાત્રી શરૂ થવાને માટે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નવરાત્રિના આયોજન સ્થળે પણ ગરબા ઘૂમવા આવનાર લોકોના ટેસ્ટ માટે ધન્વંતરી રથ મુકવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જે સ્થળે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં આયોજકે ફરજીયાત સુરક્ષા કવચ સમિતિ પણ બનાવવી પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article