આખા વિશ્વને બાનમાં લેનાર કોરોનાને આલીયાબેટના 500 લોકોએ લાલબત્તી દેખાડી , બેટમાં કેમ નથી પ્રવેશ્યો કોરોના, જાણો અહેવાલમાં

|

Apr 14, 2021 | 8:37 PM

રાજ્યમાં જ્યાં કોરોના 1 વર્ષ પૂર્ણ થવા બાદ હાલ બીજા વેવમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાનો 22000 હેકટરમાં રહેલા આલિયાબેટ પર વસતા 500 જાટ લોકોમાં કોરોના પગપેસારો કરી શક્યો નથી.

આખા વિશ્વને બાનમાં લેનાર કોરોનાને આલીયાબેટના 500 લોકોએ લાલબત્તી દેખાડી , બેટમાં કેમ નથી પ્રવેશ્યો કોરોના, જાણો અહેવાલમાં
આલીયાબેટના સ્થાનિકોની ફાઈલ તસ્વીર

Follow us on

રાજ્યમાં જ્યાં કોરોના 1 વર્ષ પૂર્ણ થવા બાદ હાલ બીજા વેવમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાનો 22000 હેકટરમાં રહેલા આલિયાબેટ પર વસતા 500 જાટ લોકોમાં કોરોના પગપેસારો કરી શક્યો નથી. આ માટે સ્થાનિકો દ્વારા એક ચોક્કસ ગાઈલાઈન બનાવાઈ છે જેને કડકાઈથી અનુસરાય છે અને બેટવાસીઓ હજુ પણ દાવો કરી રહ્યા છે આગળ પણ વિસ્તાર કોરોના મુક્ત જ રહેશે

ભરૂચ નજીક ખંભાતના અખાતના નર્મદાના સંગમસ્થાને આવેલા વિશાળ અવાવરું બેટ આમતો દુર્ગમ વિસ્તાર માનવામાં આવે છે. બેટ એ હદે અળગું છે કે ઉપર આઝાદીના 74 વર્ષ પછી પહેલીવાર હાલની પંચાયતો ની ચૂંટણીમાં 230 મતદારો માટે મતદાન મથક ઉભું કરાયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમ્યાન અહીંના 204 મતદારોએ પહેલીવાર બેટ ઉપર મત આપ્યો હતો

બેટ આઝાદીના આટલા વર્ષોમાં વિકાસથી હજી પણ વંચિત છે અહીં વિકાસે હજી સુધી પગ નહિ મુક્યો પણ સાથે કાતિલ કોરોનાની પણ પગ મુકવાની હિંમત થઈ નથી. આધુનિક જમાનામાં પણ જત કોમના લોકો આઝાદીના આટલા વર્ષે પણ પાયાની સુવિધાઓ વિના રહે છે. સૈકા પૂર્વે કચ્છથી પાણી અને ઘાસચારાની શોધમાં હિજરત કરી ગયેલા જત કોમના લોકો અવાવરું આલિયા બેટ ઉપર આલ નામના ઘાસના કારણે પોતાના પશુઓ માટે અનુકૂળ જગ્યા હોવાથી વસ્યા હતા. જેમની વસ્તી આજે 500 થી વધુ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તેમની પાસે 1000 થી વધુ દુધાળા પશુ અને 600 ઊંટ છે. ભરૂચના ગામડાઓમાં દૂધનું વેચાણ એ આ લોકોની મુખ્ય આજીવિકા છે. સ્થાનિકો9 મહિના ખુબજ મુશ્કેલ ગણાતા રસ્તા મારફતે હાંસોટ સાથે જોડાય છે જયારે ચોમાસામાં 3 થી 4 મહિના ભરૂચના ભાડભૂત સાથે જળમાર્ગ એકમાત્ર રસ્તો રહે છે.

કોરોનાનો એકપણ કેસ નહિ
સ્થાનિક અગ્રણી મહમદ જતે જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે પરંતુ અહીં કોરોના નો પગ પેસરો પણ થયો નથી. સ્થાનિકો પાણી , રસ્તા અને વીજળી સહિતની સુવિધાઓ વગર રહે છે અને તેમના ભોજનમાં પણ કોઈ જંક ફૂડ જેવા ખોરાક નથી

કોરોના અટકાવવા શું પગલાં લેવાઈ રહ્યા છે
>> બેટ પરથી ખુબ જરૂરી કામ વગર કોઈએ બહાર જવું નહિ
>> બહારથી કોઈ પણ વ્યક્તિને બેટના પ્રમુખની પરવાનગી વિના આવવા દેવી નહિ
>> દૂધ આપીને યુવાનો હાંસોટ, અંકલેશ્વર અને ભાડભુતથી પરત ફરે તે સીધા કોઇના સંપર્કમાં ન આવે
>> સ્નાન કરી સ્વચ્છ અને સેનેતાઈઝ થવું
>> યુવાનોને બહાર જવા કે હોટલો-ખાણી પીણી પર રોક લગાવાઈ

Published On - 8:25 pm, Wed, 14 April 21

Next Article