Corona Vaccine : રસીથી રોગપ્રતિકારક શક્તિમાં આશ્ચર્યજનક વધારો, ભરૂચના ડો.કિરણની કેસ સ્ટડીના પરિણામે ભારતીય વેક્સીન અસરદાર હોવાનું પુરવાર કર્યું

|

Mar 27, 2021 | 4:01 PM

કોરોના વાયરસ સામે નાગરિકોને રક્ષણ આપવા સરકાર દ્વારા રસીકરણની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. રસી લીધા બાદ કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિમાં અનેક ગણો વધારો થાય છે. આ વાત લેબ ટેસ્ટમાં પૂરવાઇ થઇ ચૂકી છે.

Corona Vaccine : રસીથી રોગપ્રતિકારક શક્તિમાં આશ્ચર્યજનક વધારો, ભરૂચના ડો.કિરણની કેસ સ્ટડીના પરિણામે ભારતીય વેક્સીન અસરદાર હોવાનું પુરવાર કર્યું
ડો. કિરણે કોરોના વેક્સીનનો ડોઝ લીધા બાદ બાદ એન્ટી બોડી પરીક્ષણ કરાવતા રોગ પ્રતિકારક શક્તિમાં આશ્ચર્યચકિત કરી દેનારો વધારો જોવા મળ્યો હતો.

Follow us on

કોરોના વાયરસ સામે નાગરિકોને રક્ષણ આપવા સરકાર દ્વારા રસીકરણની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. રસી લીધા બાદ કોરોના વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિમાં અનેક ગણો વધારો થાય છે. આ વાત લેબ ટેસ્ટમાં પૂરવાઇ થઇ ચૂકી છે.

ભરૂચના જાણીતા તબીબ ડો. કિરણ છત્રીવાલાએ દાવો કર્યો છે કે ભરૂચમાં કોરોના વાયરસની વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ એન્ટિબોડી ટેસ્ટ કરાવતા માલૂમ પડ્યું કે કોરોના વાયરસ સામે લડવાની તેમની રોગપ્રતિકાર શક્તિમાં અનેક ગણો વધારો થયો છે. 5 માર્ચના રોજ ડો. કિરણે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો જે બાદ થોડા દિવસો બાદ તેઓએ એન્ટી બોડી પરીક્ષણ કરાવતા તેઓની રોગ પ્રતિકારક ક્ષમતામાં અનેક ઘણો અને આશ્ચર્યચકિત કરી દેનારો વધારો જોવા મળ્યો હતો.

ડો. કિરણ છત્રીવાલાના બે રિપોર્ટમાં ફર્ક સ્પષ્ટપણે નજરે પડી રહ્યો છે.

વર્ષ 2020 ના ઓગસ્ટ મહિનામાં ડો. કિરણ કોરોના પોઝિટિવ થયા હતા. સારવાર લીધા બાદ તેઓ સ્વસ્થ થઈને પુનઃ દર્દીઓની સેવામાં જોતરાઈ ગય હતા. જાન્યુઆરીની 20 તારીખે તેમને પોતાનો એન્ટી બોડી ટેસ્ટ કરાવતા તે IgG 3.89 યુનિટ આવ્યું હતું જે કોરોનાની કોવિશિલ્ડ વેક્સીન લીધા બાદ તાજેતરમાં તા. 18 માર્ચે પુનઃ એન્ટી બોડી ટેસ્ટ કરાવતા તેમાં 200+ ઇમ્યુનિટી લેવલ ડેવલપ થયેલું જણાઈ આવ્યું હતું.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

ડો. છત્રીવાલા કહે છે, મેં શરૂઆતમાં એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યો હતો જે રિપોર્ટમાં એવું ધ્યાને આવ્યું હતું કે, મારામાં શરીરમાં કોરોના વાયરસ સામે લડી શકે એવી એન્ટીબોડી નહોતી. IgG પ્રકારની એન્ટીબોડીનું પ્રમાણ ખૂબ ઓછું હતું. જો કે, મને તે વખતે કોરોના પણ થયો નહોતો. વેક્સીનનો ડોઝ લીધા બાદ એન્ટિ બોડી ટેસ્ટ કરાવ્યો તો તેમાં IgGનું પ્રમાણ 200 થી વધારે યુનિટ જોવા મળ્યું હતું એનો બીજો મતલબ એ થયો કે મારી રોગપ્રતિકારક શક્તિમાં અનેક ગણો વધારો થયો છે.

માનવ શરીરમાં 3 પ્રકારના એન્ટીબોડી બને છે. જેને immunoglobulin-M,G, અને E તરીકે વર્ગિકૃત કરવામાં આવે છે. M પ્રકારની એન્ટિબોડી કોઇ રોગ લાગુ પડે એ બાદ 15 દિવસ સુધી રહેતી હોય છે. એ બાદમાં શરીરમાં G પ્રકારની એન્ટીબોડી બને છે. જેને આઇજીજી કહેવામાં આવે છે. આ એન્ટિબોડી શરીરમાં લાંબા સમય સુધી સક્રિય રહેતી હોય છે. એલર્જી જેવા દર્દીમાં IgM બને છે.

Next Article