રાજયમાં કોરોનાના નવા 810 પોઝિટિવ કેસ નોંધાયા, 6 દર્દીના મોત

|

Dec 28, 2020 | 8:14 PM

કોરોના મહામારી વચ્ચે રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર છે. છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ફરી એકવાર કોરોનાનો આંક સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. સતત 7 દિવસથી 1 હજારની નીચે નોંધાઇ રહેલા પોઝિટિવ કેસની સંખ્યામાં આઠમા દિવસે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 810 પોઝિટિવ કેસ નોંધાયા.જ્યારે 6 દર્દીઓના કોરોનાથી […]

રાજયમાં કોરોનાના નવા 810 પોઝિટિવ કેસ નોંધાયા, 6 દર્દીના મોત

Follow us on

કોરોના મહામારી વચ્ચે રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર છે. છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ફરી એકવાર કોરોનાનો આંક સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. સતત 7 દિવસથી 1 હજારની નીચે નોંધાઇ રહેલા પોઝિટિવ કેસની સંખ્યામાં આઠમા દિવસે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 810 પોઝિટિવ કેસ નોંધાયા.જ્યારે 6 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

રાજ્યના શહેરોમાં કોરોનાની સ્થિતિની જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 3 દર્દીઓના મોત સાથે નવા 168 પોઝિટિવ કેસ નોંધાયા. સુરત શહેરમાં 1 દર્દીના મોત સાથે 121 કેસ નોંધાયા. આ તરફ અરવલ્લી અને પાટણ જિલ્લામાં પણ 1-1 દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું છે. તો વડોદરા શહેરમાં નવા 93 કેસ નોંધાયા. તો રાજકોટ શહેરમાં નવા 61 કેસ નોંધાયા.રાજ્યમાં હવે 61 દર્દીઓ જ વેન્ટિલેટર પર છે. તો એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 10,223 પર પહોંચી છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 42 હજાર 655 પર પહોંચી છે. જ્યારે કોરોના સામેનો જંગ જીતનાર કુલ દર્દીઓની સંખ્યા 2 લાખ 28 હજાર 144 પર પહોંચી છે.જ્યારે અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 4,288 પર પહોંચ્યો છે.

આ તરફ અમદાવાદમાં પણ કોરોના મંદ પડી રહ્યો છે.સતત પાછલા કેટલાક દિવસોથી કોરોનાના કેસ ઘટવાની સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે.પાછલા 24 કલાકમાં અમદાવાદમાં 174 પોઝિટિવ કેસ નોંધાયા. તો 3 દર્દીઓના મોત નિપજ્યા.અમદાવાદ શહેરમાં 168 કેસ નોંધાયા જ્યારે 175 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા. આ તરફ અમદાવાદ જિલ્લામાં 6 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 5 દર્દીઓ સાજા થયા.

Next Article