ગુજરાતમાં ધાતક બની રહ્યો છે કોરોના,ડબલ મ્યુટેન્ટ વેરિયન્ટનો તોળાતો ખતરો

|

Mar 26, 2021 | 9:32 PM

ગુજરાતમાં Corona ના સતત વધી રહેલા કેસ વચ્ચે રાજ્યમાં કોરોનાનો  નવો વેરિયન્ટ એક્ટિવ હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં જો આપણે એક મહિનામાં વધી રહેલા કોરોનાના કેસ પર નજર કરીએ તો એક માસ પૂર્વ 15 ફેબ્રુઆરીએ કોરોનાના 249 કેસ હતાં જે 25 માર્ચના રોજ એક મહિના બાદ વધીને 1961 એ પહોંચ્યા છે.

ગુજરાતમાં ધાતક બની રહ્યો છે કોરોના,ડબલ મ્યુટેન્ટ વેરિયન્ટનો તોળાતો ખતરો
ગુજરાતમાં ધાતક બની રહ્યો છે કોરોના

Follow us on

ગુજરાતમાં Corona ના સતત વધી રહેલા કેસ વચ્ચે રાજ્યમાં કોરોનાનો  નવો વેરિયન્ટ એક્ટિવ હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં જો આપણે એક મહિનામાં વધી રહેલા કોરોનાના કેસ પર નજર કરીએ તો એક માસ પૂર્વ 15 ફેબ્રુઆરીએ કોરોનાના 249 કેસ હતાં જે 25 માર્ચના રોજ એક મહિના બાદ વધીને 1961 એ પહોંચ્યા છે. આમ એક મહિનામાં કોરોનાના કેસમાં 1721 કેસનો ઉછાળો થયો છે. એટલે કે એક મહિનામાં કોરોનાના ચાર ગણા કેસ વધ્યા છે.

20 માર્ચના રોજ કોરોનાને કેસની સંખ્યા 1565  પહોંચી

ગુજરાતમાં Corona ના કેસની ગતિ પર નજર કરીએ તો જોવા મળશે કે 05 માર્ચ સુધી કોરોનાના કેસ 515 હતા જો કે કેસમાં દરરોજ 100 કેસનો વધારો જોવા મળતો હતો. તેવા સમયે તેની બાદ કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો જોવા મળ્યો હતો અને 20 માર્ચના રોજ કોરોનાને કેસની સંખ્યા 1565ના રોજ  પહોંચી હતી. તેમજ તેની બાદ 24 માર્ચના રોજ કોરોનાના કેસ 1730 સુધી પહોંચ્યા હતા. જયારે 25 માર્ચના રોજ કોરોનાનો વિસ્ફોટ થયો અને કેસ 1961 એ પહોંચ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના કોરોનાના 795 પ્રકારો મળી આવ્યા

આ ઉપરાંત આરોગ્ય મંત્રાલયે પણ કહ્યું છે કે Corona વાયરસના ઝડપથી ફેલાતા નવા વિદેશી વેરિયન્ટ ભારતમાં જોવા મળી રહ્યા છે. જેમાં દેશમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે અત્યાર સુધી બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના 795 પ્રકારો મળી આવ્યા છે. જ્યારે દેશમાં કોરોનાની બીજા વેવ વચ્ચે કોરોના નવા વેરીયન્ટએ સરકારની ચિંતાઓ વધારી દીધી છે.

ગુજરાતમા Corona એ તરખાટ મચાવ્યો છે. જેમાં ગુરુવારે 25  માર્ચના રોજ  કોરોનાના નવા 1961 ઓલ ટાઈમ હાઇ કેસ નોંધાયા છે. જ્યારે સાત લોકોનાં મોત થયા છે. જેના પગલે લોકો અને સરકારના ચિંતા વધી છે.

કોરોનાના એક્ટિવ કેસનો આંક 9372 થયો

ગુજરાતમાં Corona ના સતત વધી રહેલા કેસો વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1405 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત કોરોનાના એક્ટિવ કેસનો આંક 9372 થયો છે. જ્યારે 81 લોકો વેન્ટિલેટર પર છે અને 9281 લોકો સ્ટેબલ છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4473 થવા પામ્યો છે. તેમજ આજે મૃત્યુ પામેલા સાત લોકોમાં સુરતમાં 4, મહીસાગરમાં 2 અને અમદાવાદમાં 1 વ્યકિતનું મૃત્યુ થયું છે.

Published On - 3:54 pm, Fri, 26 March 21

Next Article