કોરોનાનો ફૂંફાડો : ગુજરાતમાં 10 દિવસમાં કોરોનાના 20,000 થી વધારે કેસ 67 લોકોએ જીવ ગુમાવ્યો

|

Mar 29, 2021 | 9:19 PM

ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસનો આંકડો 20,000 ને વટાવી ગયો છે. જેમાં ગુજરાતમાં 19 માર્ચથી 29 માર્ચના સમયગાળામાં કોરોનાના કુલ 20, 669 કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા 10 દિવસમાં કોરોનાના લીધે 67 લોકોએ જીવ  ગુમાવ્યો છે. 

કોરોનાનો ફૂંફાડો : ગુજરાતમાં 10 દિવસમાં કોરોનાના 20,000 થી વધારે કેસ 67 લોકોએ જીવ ગુમાવ્યો
ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો 10 દિવસમાં 20, 669 કેસ

Follow us on

ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં Corona ના કેસનો આંકડો 20,000 ને વટાવી ગયો છે. જેમાં ગુજરાતમાં 19 માર્ચથી 29 માર્ચના સમયગાળામાં કોરોનાના કુલ 20, 669 કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા 10 દિવસમાં કોરોનાના લીધે 67 લોકોએ જીવ  ગુમાવ્યો છે.  જેમાં 19 માર્ચના રોજ 1415, 20 માર્ચના રોજ 1565, 21 માર્ચના રોજ 1580, 22 માર્ચના રોજ 1640, 23 માર્ચના રોજ 1730,24 માર્ચના રોજ 1790, 25 માર્ચના રોજ1961 , 26 માર્ચના રોજ2190 , 27 માર્ચના રોજ 2276 ,28 માર્ચના રોજ 2270 અને 29 માર્ચના રોજ 2252 કેસ નોંધાયા હતા.

10 દિવસમાં કોરોનાના લીધે કુલ 67 લોકોનાં મૃત્યુ

આ ઉપરાંત ગુજરાતમાં Corona ના વધી રહેલા મૃત્યુની વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં કોરોનાના લીધે કુલ 67 લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાં 19 માર્ચના રોજ 4, 20 માર્ચના રોજ 6, 21 માર્ચના રોજ 7, 22 માર્ચના રોજ 4, 23 માર્ચના રોજ 4,24 માર્ચના રોજ 8, 25 માર્ચના રોજ 7 , 26 માર્ચના રોજ 6 , 27 માર્ચના રોજ 5 ,28 માર્ચના રોજ 8 અને 29 માર્ચના રોજ 8 લોકોના મૃત્યુ નોંધાયા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ત્રણ દિવસમાં જ 6789 કેસ નોંધાયા 

જેમાં પણ જો આપણે વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં Corona ના કેસોનો રાફડો ફાટ્યો છે ને દરરોજ બે હજારથી વધારે કેસ જોવા મળી રહ્યા છે. જેમાં આજે કોરોનાના નવા 2252 કેસ નોંધાયા છે. જ્યારે 27 માર્ચના રોજ 2276  અને 28 માર્ચના રોજ 2270 કેસ નોંધાયા.

એક્ટીવ કેસ વધીને 12,000 ને પાર
રાજ્યમાં કોરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ  વધારો થઇ રહ્યો છે. 23 ડિસેમ્બરે રાજ્યના 95 દિવસ બાદ એક્ટીવ કેસોનો આંકડો 11,000 ને પાર  થયો હતો. તેમજ  6 દિવસમાં જ રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 12,000 ને પાર થયો છે. રાજ્યમાં હાલ 12,041 એક્ટીવ કેસો છે, જેમાં 149 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 11,892 લોકોની સારવાર ચાલી રહી છે.

Corona ના ટેસ્ટ વધારવામાં આવ્યા

ગુજરાતમાં કોરોનાના કેસ વધતાંની સાથે જ સરકાર માટે કેસ ઘટાડવા મોટો પડકાર છે. રાજ્ય સરકારે તેની માટે અલગ અલગ રીતે અનેક પ્રયાસો શરૂ કર્યા છે. જેમાં સુરત અને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટાડવા માટે સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે. કોરોનાના ટેસ્ટ વધારવામાં આવી રહ્યાં છે. લોકોને સામાજિક અંતર જાળવવા અને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે કોરોનાના કેસને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય બહારથી આવનારા મુસાફરો માટે આરટીપીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો છે. તેમજ 72  કલાકનો કોરોના નેગેટિવ રિપોર્ટ પણ ફરજિયાત કર્યો છે.

Published On - 9:17 pm, Mon, 29 March 21

Next Article