VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ફરી નવા જૂનીના એંધાણ, વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડશે

|

Mar 09, 2020 | 5:41 AM

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી 26મી માર્ચે યોજાનાર છે. આ વખતે ધારાસભ્યોના સંખ્યાબળને જોતાં ભાજપને ત્રણ પૈકી એક બેઠક ગુમાવવાનો વારો આવે તેવી સ્થિતિ છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રણેય બેઠકો જાળવી રાખવા માંગે છે જેના પગલે કઇંક નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. પરિણામે વિધાનસભા સત્ર બાદ કોંગ્રેસના ધારાસભ્યોને કોઇક અજ્ઞાાત સ્થળે અથવા રાજસ્થાન ખસેડાશે […]

VIDEO: રાજ્યસભાની ચૂંટણીમાં ફરી નવા જૂનીના એંધાણ, વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડશે

Follow us on

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી 26મી માર્ચે યોજાનાર છે. આ વખતે ધારાસભ્યોના સંખ્યાબળને જોતાં ભાજપને ત્રણ પૈકી એક બેઠક ગુમાવવાનો વારો આવે તેવી સ્થિતિ છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રણેય બેઠકો જાળવી રાખવા માંગે છે જેના પગલે કઇંક નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. પરિણામે વિધાનસભા સત્ર બાદ કોંગ્રેસના ધારાસભ્યોને કોઇક અજ્ઞાાત સ્થળે અથવા રાજસ્થાન ખસેડાશે તેવી ચર્ચા છે.

આ પણ વાંચો: VIDEO: વિશ્વમાં કોરોનાથી 3828નાં મોત, ઈટાલીમાં એક જ દિવસમાં 133નાં મોત

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો રહ્યાં છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ અને ભાજપ આમને સામને પક્ષપલટાની ઓફરો કરી રહ્યાં છે. કોંગ્રેસી ધારાસભ્યોના સંખ્યાબળને જોતાં રાજ્યસભાની બે બેઠકો કોંગ્રેસને મળે તેમ છે. જો ભાજપને ત્રણ બેઠકો જાળવા રાખવી હોય તો સાત ધારાસભ્યોના મત ખૂટે છે. જો એનસીપી, બીટીપીના મતો ભાજપને મળે તો પણ પાંચ મત ખૂટે તેમ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વખતે પરિસ્થિતિ એવી છે કે, ખુદ ભાજપના ધારાસભ્યોની ભાજપ સરકારમાં કામો થતાં નથી તેવી કાગારોળ કરી રહ્યાં છે તે સંજોગોમાં કોંગ્રેસના ધારાસભ્યોને કેસરિયો ખેસ પહેરાવવો મુશ્કેલ છે. આ જોતાં હવે ભાજપ કયો ખેલ નાંખે છે તેના પર સૌની નજર છે. ભાજપ ધારાસભ્યોની તોડી શકે છે તેવી ભીતિને પગલે 22મી માર્ચે વિધાનસભા સત્ર પુર્ણ થયા બાદ કોગ્રેસ તેના ધારાસભ્યોને કોઇક અજ્ઞાત સ્થળે અથવા રાજસ્થાન ખસેડી શકે છે તેવી અટકળો વહેતી થઇ છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article