અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસી વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાની સામૂહિક રજૂઆત

|

Feb 18, 2020 | 4:53 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવા સામૂહિક રજૂઆત થઈ. કોંગ્રેસના જ 33 કોર્પોરેટરે મોવડી મંડળને પત્ર લખીને વિપક્ષના નેતાને બદલવા રજૂઆત કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસના 33 કોર્પોરેટરોએ દિનેશ શર્માને બદલવાની માગ કરી છે. દિનેશ શર્મને બદલવાની માગણી સાથે કૉંગ્રેસના કોર્પોરેટરોએ સહી ઝુંબેશ ચાલુ […]

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસી વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાની સામૂહિક રજૂઆત

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવા સામૂહિક રજૂઆત થઈ. કોંગ્રેસના જ 33 કોર્પોરેટરે મોવડી મંડળને પત્ર લખીને વિપક્ષના નેતાને બદલવા રજૂઆત કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસના 33 કોર્પોરેટરોએ દિનેશ શર્માને બદલવાની માગ કરી છે. દિનેશ શર્મને બદલવાની માગણી સાથે કૉંગ્રેસના કોર્પોરેટરોએ સહી ઝુંબેશ ચાલુ કરી છે.

આ પણ વાંચોઃ રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં મચ્છરોના ત્રાસને લઈને વિરોધ પ્રદર્શન યથાવત્, વેપારીઓની પણ ધરપકડનો પણ થયો વિરોધ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ દરમિયાન સોમવારે મળેલી બોર્ડની બેઠક છોડીને કોર્પોરેટરો પ્રદેશ કાર્યાલય ખાતે પ્રભારી રાજીવ સાતવ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અગાઉ એક વર્ષ પહેલા પણ આવી જ ઝુંબેશ ચાલી હતી. મળતી માહિતી પ્રમાણે, પ્રભારીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ હતું કે ચૂંટણી આવી રહી છે ત્યારે બધા એક થઈને મહેનત કરવા લાગો. વાતાવરણ સારું છે તેનો ફાયદો ઉઠાવો, હાલ આવી કોઈ બાબત સાંભળવામાં નહીં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે પ્રભારી કહે છે કે વાતાવરણ સારું છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે કૉંગ્રેસનું પ્રદેશનું અને શહેરનું માળખું વેરવિખેર છે. શહેરમાં સંગઠન જેવી કોઈ ચીજ નથી. પ્રજાલક્ષી પ્રશ્નોને પકડીને ક્યાંય પણ કૉંગ્રેસ રોડ ઉપર આવતી નથી. અને આવે તો તેના ચોથા ભાગ જેટલાય કોર્પોરેટરો હાજર રહેતા નથી. કોર્પોરેટરો બે ભાગમાં વહેંચાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે એક વર્ષ પહેલા પણ વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જોકે ચૂંટણી આવી રહી હોવાથી વિરોધનો સમય ખોટો પસંદ થયો હોવાની વાત ઉપસી આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article