Video: ડ્રેગન ફ્રુટની દમદાર ખેતી

|

Jul 15, 2019 | 5:32 AM

Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, […]

Video: ડ્રેગન ફ્રુટની દમદાર ખેતી

Follow us on

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ફળોની બાગાયતી ખેતીમાં થોડા સમયથી પરદેશી, પણ હવે સાવ દેશી બનવા તરફ અગ્રેસર ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન ઘર આંગણે વધ્યું છે. વા, હૃદય સંબંધિત રોગ સામે રક્ષણ, બોડીનો મેટા બોલિઝમ રેટ વધારવો, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગસ સામે ડ્રેગન ફ્રુટ ખુબ જ અસરકારક છે. ડાયાબિટીસ, અસ્થામાં સહિતના રોગમાં ફાયદાકારક એવા આ ફળમાં રહેલું વિટામિન-સી અને લાયકોપિન નામક રંજક દ્રવ્ય પ્રોસ્ટેટ કેન્સરને અટકાવે છે. આટલા બધા ફાયદા ધરાવતા ડ્રેગન ફ્રુટનો ખેડૂતોની દ્રષ્ટિએ સૌથી મોટો ગુણ એ છે કે તેનું વાવેતર કોઇ પણ સમયે થઇ શકે છે. પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પણ તેની ખેતી થઇ શકે છે. તો ચાલો જાણીએ કેવી રીતે થઇ શકે છે ડ્રેગન ફ્રુટની દમદાર ખેતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતમાં વર્ષે ડ્રેગન ફ્રૂટની માંગ 25 હજાર મેટ્રિક ટનની સામે દેશમાં ઉત્પાદન 1500 ટન છે. હાલમાં આ ડ્રેગનફ્રુટનાં પ્રતિ કિલો 200 રૂપિયા ભાવ મળી રહે છે. તેની સામે તેની ખેતી ખુબ જ સસ્તી અને સરળ છે. જ્યાં વધારે ટીડીએસ ધરાવતું ક્ષારયુક્ત ભારે પાણી છે, તે જમીન પણ ડ્રેગનફ્રુટની ખેતી માટે માફક આવે છે. આ છોડ 3500થી 4000 ટીડીએસમાં પણ સરળતાથી ઉગે છે. સરેરાશ ત્રીસ વર્ષનું આયુષ્ય ધરાવતા ડ્રેગન ફ્રૂટની ખાસિયત એ છે કે જેમ-જેમ તેની ઉંમર વધે તેમ તેના ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે. વાવેતર કર્યાનાં દોઠ વર્ષ પછી લગભગ 18માં મહિને તેનાં પર ફળો આવવાની શરૂઆત થાય છે. સમય જતા પ્રતિ છોડ ફળોનું ઉત્પાદન વધે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article