કોન્ટ્રાકટરો પાસેથી કમિશન કમલમમાં પહોંચે છે, 10 વર્ષમાં 21 બ્રિજ તુટ્યા : અમિત ચાવડા

અમિત ચાવડાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, મુખ્યમંત્રી ખાલી મૃદુતા બતાવે છે, બ્રિજ પડતા અટકાવવા મક્કમતા પણ દર્શાવે.  મહીસાગર નદીમાં શોધખોળ કરવા માટે આધુનિક મશીનરીનો ઉપયોગ નથી થઈ રહ્યો. દુર્ઘટના બન્યા બાદ નાના કર્મચારીનો ભોગ લેવાયો છે. સરકારની ગુનાહિત બેદરકારીના કારણે આ ઘટના બની છે. જો રજૂઆત થઈ ત્યારે કેમ કોઈ પગલાં ના લેવાયા તેનો જવાબ સરકાર આપે. ગાંધીનગરમાં બેસેલા લોકો વાહવાહી માટે જાય છે તો દુર્ઘટનામાં પણ જવાબદારી સ્વીકારે.

કોન્ટ્રાકટરો પાસેથી કમિશન કમલમમાં પહોંચે છે, 10 વર્ષમાં 21 બ્રિજ તુટ્યા : અમિત ચાવડા
| Edited By: | Updated on: Jul 11, 2025 | 4:25 PM

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા, અમિત ચાવડાએ, ગંભીરાનો બ્રિજ તુટી પડવાની ઘટનાને લઈને ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 21 પુલ તુટી પડ્યાં છે. કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કમલમમાં પહોંચે છે. કમિશન વાળી સરકારના રાજમાં નાગરિકના જીવની કોઈ કિંમત નથી. કમિશન કમલમમાં જાય છે એ જગજાહેર છે. મુખ્યમંત્રી ખાલી મૃદુતા બતાવે છે, બ્રિજ પડતા અટકાવવા મક્કમતા પણ દર્શાવે એવી માંગ તેમણે કરી છે.

અમિત ચાવડાએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકોટ, મોરબી, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સરકારની ગુનાહિત બેદરકારીના કારણે દુર્ઘટનાઓ બની છે. જ્યારે પણ કોઈ નાની મોટી દુર્ઘટના બને ત્યારે ગુજરાત સરકાર તપાસ કરવાનુ વચન અને સહાય આપીને સંતોષ માને છે.

ગંભીરાનો બ્રિજ વાહનવ્યવહારને યોગ્ય નહતો તે અંગે વડોદરા જિલ્લા પંચાયતના સભ્યે લેખિતમાં રજૂઆત કરી હતી. આમ છતા ગુજરાત સરકારે જાણી જોઈને બેદરકારી દાખવી અને તેના કારણે આજે 21 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે. ગુજરાતમાં યોગ્ય ગુણવત્તા વાળું કામ થાય એની સંપૂર્ણ જવાબદારી સરકારની હોય છે. ગુજરાતનો સામાન્ય નાગરિક બ્રિજનું સેફ્ટી સર્ટિફિકેટ ક્યાંથી લાવે ?

મોરબીના ઝુલતા પૂલની ઘટના બાદ સરકારે રાજ્યના તમામ બ્રિજની તપાસ કરી હતી તો ગંભીરા બ્રિજ અંગે કેમ કંઈ કહેવાયુ ના હતું? બ્રિજ ભયજનક હોવાની ફરિયાદ વડોદરા જિલ્લા પંચાયતના સભ્યે કરી હતી. કોંગ્રેસે અગાઉ તમામ બ્રિજના ફિટનેશ સર્ટિફિકેટ જાહેર કરવા માંગ કરી હતી. પરંતુ સરકારે બધુ ભીનું સંકેલ્યું છે.

અમિત ચાવડાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, મુખ્યમંત્રી ખાલી મૃદુતા બતાવે છે, બ્રિજ પડતા અટકાવવા મક્કમતા પણ દર્શાવે.  મહીસાગર નદીમાં શોધખોળ કરવા માટે આધુનિક મશીનરીનો ઉપયોગ નથી થઈ રહ્યો. દુર્ઘટના બન્યા બાદ નાના કર્મચારીનો ભોગ લેવાયો છે.

સરકારની ગુનાહિત બેદરકારીના કારણે આ ઘટના બની છે. જો રજૂઆત થઈ ત્યારે કેમ કોઈ પગલાં ના લેવાયા તેનો જવાબ સરકાર આપે. ગાંધીનગરમાં બેસેલા લોકો વાહવાહી માટે જાય છે તો દુર્ઘટનામાં પણ જવાબદારી સ્વીકારે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો