સાચા આદીજાતીના (ST) લોકો નક્કી કરવા ગુજરાત સરકારે રચ્યુ કમિશન, 1956ની સ્થિતિના આધારે તપાસ કરીને લાભાર્થીની યાદી કરાશે જાહેર

|

Jul 08, 2020 | 10:16 AM

ગુજરાતમાં કેટલાક લોકો જંગલમાં ના રહેતા હોવા છતા, વનવાસી તરીકે મળતા આદીજાતીના (ST) પ્રમાણપત્રો મેળવી લીધા છે. આવા પ્રમાણપત્રો મેળવનારા સાચા લાભાર્થીઓ છે કે કેમ તે નક્કી કરવા માટે ગુજરાત સરકારે કમિશન રચ્યું છે. આ કમિશનમાં હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ, વન વિભાગના ડીએફઓ, નિવૃત એડીશનલ કલેકટર અને બે નિવૃત ડીસ્ટ્રીક્ટ જજનો સમાવેશ કરાશે. ગુજરાતમાં ખાસ કરીને […]

સાચા આદીજાતીના (ST) લોકો નક્કી કરવા ગુજરાત સરકારે રચ્યુ કમિશન, 1956ની સ્થિતિના આધારે તપાસ કરીને લાભાર્થીની યાદી કરાશે જાહેર

Follow us on

ગુજરાતમાં કેટલાક લોકો જંગલમાં ના રહેતા હોવા છતા, વનવાસી તરીકે મળતા આદીજાતીના (ST) પ્રમાણપત્રો મેળવી લીધા છે. આવા પ્રમાણપત્રો મેળવનારા સાચા લાભાર્થીઓ છે કે કેમ તે નક્કી કરવા માટે ગુજરાત સરકારે કમિશન રચ્યું છે. આ કમિશનમાં હાઈકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ, વન વિભાગના ડીએફઓ, નિવૃત એડીશનલ કલેકટર અને બે નિવૃત ડીસ્ટ્રીક્ટ જજનો સમાવેશ કરાશે.

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લામાં આવેલ જંગલ વિસ્તારમાં રહેતા પશુપાલકોને વનવાસી ગણીને આદીજાતિના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વનવાસી તરીકે મેળવેલા પ્રમાણપત્રો યોગ્યતા વિના મળ્યા હોવાના મુદ્દે દક્ષિણ ગુજરાતના આદીજાતીના લોકોએ વિરોધ કરીને અદાલતના દ્વાર પણ ખખડાવ્યા હતા. આ મુદ્દે ખુબ વિવાદ સર્જાયા બાદ પ્રશ્નના કાયમી ઉકેલ માટે આજે મળેલ રાજય પ્રધાનમંડળની બેઠકમાં કમિશન રચીને શિડ્યુલ ટ્રાઈબના (ST) પ્રમાણપત્ર મેળવવા પાત્ર સાચા લાભાર્થીની યાદી જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. જુઓ વિડીયો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Published On - 10:15 am, Wed, 8 July 20

Next Article