ખુશખબર : Rajkot શહેરમાં નર્મદાનું 300 ક્યુસેક પાણી આપવાનો સીએમ રૂપાણીનો નિર્ણય

|

Jul 18, 2021 | 8:18 PM

સીએમ રૂપાણીએ રાજકોટ શહેર માં નર્મદા(Narmada)  નું 300 ક્યુસેક પાણી આપવાનો નિર્ણય લીધો છે. જેમાં રાજકોટ શહેર ને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમ માં સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવા  વિજય  રૂપાણીએ સૂચના આપી છે.

ખુશખબર : Rajkot શહેરમાં નર્મદાનું 300 ક્યુસેક પાણી આપવાનો સીએમ રૂપાણીનો નિર્ણય
CM Rupani decision to provide 300 cusecs of Narmada water in Rajkot city

Follow us on

રાજકોટ(Rajkot) માં શહેરમાં વરસાદ ખેંચાતા પીવાની પાણી ઊભી થનારી સમસ્યા વચ્ચે સીએમ રૂપાણીએ રાજકોટ શહેર માં નર્મદા(Narmada)  નું 300 ક્યુસેક પાણી આપવાનો નિર્ણય લીધો છે. જેમાં રાજકોટ શહેર ને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમ માં સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવા  વિજય  રૂપાણીએ સૂચના આપી છે.

તદનુસાર  રવિવાર સવારથી આ પાણી પહોંચાડવા પમ્પિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે.સૌની યોજના અંતર્ગત રાજકોટ ના ન્યારી ડેમ માં આપનારું આ પાણી મંગળવારે સવાર સુધીમાં ન્યારી ડેમ માં પહોંચશે. ન્યારી ડેમ મારફત આ પાણી રાજકોટ શહેર ને આપવા નું શરૂ થવાથી પશ્ચિમ રાજકોટના લોકો નાગરિકોની પીવાના પાણી ની સુવિધામાં વધારો થશે

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની સિઝનને મહિનો પસાર થઈ ગયો છે, પરંતુ મેઘરાજા હજુ સૌરાષ્ટ્ર સહિત રાજકોટ પંથકમાં મનમૂકીને વરસ્યા નથી. જો રાજ્યમાં હજુ જૂલાઈ સુધી મેઘરાજા ધમધોકાર ન વરસે તો રાજકોટમાં પાણીની તંગી સર્જાઈ શકે છે રાજકોટમાં 31 જૂલાઈ સુધી વરસાદ ન આવે તો પાણી વિતરણમાં મુશ્કેલીઓ ઉભી થશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ સ્થિતિને જોતા રાજકોટના મેયર પ્રદિપ ડવે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવા માગ કરી છે. મેયર પ્રદિપ ડવે સૌની યોજના થકી નર્મદાનું પાણી મળે તેવી અપીલ કરી છે. મેયરે ચિંતા વ્યક્ત કરી કે હાલમાં જે પાણીનો સ્ટોક છે, તે ઓગસ્ટ મહિના સુધી ચાલી શકે તેમ છે.

રાજકોટ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા ઓછા વરસતા પાણીના સ્ત્રોત થોડા સુકાઈ ગયા છે. રાજકોટના મહત્વના ત્રણ ડેમમાં જો હાલના સ્ટોકની વાત કરીએ તો આજી-1 ડેમમાં 930 MCFT પાણીનો સંગ્રહ થઈ શકે. આજી-1 ડેમમાં હાલ 225 MCFT પાણી ઉપલબ્ધ છે.જેમાંથી દૈનિક ઉપાડ 125 MLD પાણીનો ઉપાડ કરવામાં આવે છે.

ન્યારી-1 ડેમની વાત કરીએ તો અહીં કુલ જળસંગ્રહ 1248 MCFTનો છે, જે પૈકી હાલમાં 329 MCFTનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે દૈનિક ઉપાડ 60 MLD જેટલો છે. સૌથી મોટા ભાદર-1 ડેમની વાત કરીએ તો કુળ સંગ્રહ ક્ષમતા 6640 MCFT છે, જે પૈકી હાલ ડેમમાં 1390 MCFTનો જથ્થો ઉપલબ્ધ છે. ભાદર-1 ડેમમાંથી 230 MLDનો દૈનિક ઉપાડ થઈ રહ્યો છે.

આ પણ  વાંચો :  Mumbai rain : મુંબઈમાં ભારે વરસાદ, અનેક વિસ્તારો જળબંબાકાર

આ પણ  વાંચો : Throwback : બાળકની જેમ નિર્દોષ હતા Sushant Singh Rajput, કાગળનું વિમાન બનાવીને, ખુશીથી ઝુમી ઉઠ્યા હતા અભિનેતા

Published On - 11:59 am, Sun, 18 July 21

Next Article