Kutch : મુખ્યપ્રધાન રૂપાણીએ કરી મોટી જાહેરાત, કચ્છના 6 તાલુકાના 96 ગામોને મળશે નર્મદાનું પાણી

|

Jul 05, 2021 | 8:05 PM

પાણીની અછત ધરાવતા કચ્છ જિલ્લાના રાપર, અંજાર, મૂંદ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણા એમ 6 તાલકુાના 96 ગામોની 2 લાખ 35 હજાર એકર જેટલી જમીનમાં પાણી પહોંચતુ થશે.

Kutch : મુખ્યપ્રધાન રૂપાણીએ કરી મોટી જાહેરાત, કચ્છના 6 તાલુકાના 96 ગામોને મળશે નર્મદાનું પાણી
ખેડૂતોના હિત માટે મૂખ્યમંત્રીએ લીધો નિર્ણય

Follow us on

Kutch : વર્ષોથી નર્મદાના પાણી (NARMDA WATER) માટે રાહ જોતા કચ્છ જિલ્લા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM RUPANI) એ આજે જુલાઈએ એક મહત્વની જાહેરાત કરી છે. કચ્છને ફાળવાયેલા નર્મદાના પૂરના વહિ જતા વધારાના ૧ મિલીયન એકર ફિટ પાણીનો મહત્તમ લાભ કચ્છને આપવાના નિર્ણયની આજે મુખ્યપ્રધાને જાહેરાત કરી હતી. આ સાથે કચ્છ શાખા નહેરના કામોની હાલની સ્થિતી ધ્યાનમાં રાખીને હાલના તબક્કા-1 અંતર્ગત રૂ.3475 કરોડના કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

6 તાલુકાના 96 ગામોને મળશે નર્મદાનું પાણી
આ જાહેરાત સાથે મુખ્યપ્રધાને (CM RUPANI)રાજ્યના જળસંપત્તિ વિભાગને કામો ઝડપથી હાથ ધરવાની સૂચનાઓ પણ આપી છે આ કામો ઝડપથી પુર્ણ થવાના પરિણામ સ્વરૂપે પાણીની અછત ધરાવતા કચ્છ જિલ્લાના રાપર, અંજાર, મૂંદ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણા એમ 6 તાલકુાના 96 ગામોની 2 લાખ 35 હજાર એકર જેટલી જમીનમાં પાણી પહોંચતુ થશે.

કચ્છના લોકોની લાંબા સમયથી લાગણી હતી સરકારના નિર્ણયથી કચ્છમાં 3 લાખ 80 હજાર જેટલી માનવ વસ્તીને પણ નર્મદાના પાણીનો લાભ મળતો થશે. નર્મદાના વહી જતા વધારાના 3 મિલીયન એકર ફિટ પાણીમાંથી 1 મિલીયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રને, 1 મિલીયન એકર ફિટ ઉત્તર ગુજરાતને અને 1 મિલીયન એકર ફિટ કચ્છને ફાળવવાનો નિર્ણય વડાપ્રધાન મોદી(PM MODI)એ ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન તરીકે કર્યો હતો પરંતુ કચ્છ માટે તે શક્ય બન્યુ ન હતુ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ સાથે જ આ કામો પણ ઝડપી બનશે

1) નર્મદાના વધારાના પાણી આપવાનુ કામ ઝડપથી પુર્ણ કરવા સાથે કચ્છ શાખા નહેરની સાંકળ 105 કીમી પાસેથી પાઇપલાઇન દ્વારા સરન જળાશય ભરવાનું તથા આસપાસના વિસ્તારમાં પાણી આપવાનું આયોજન છે. અંદાજિત રકમ રૂ. 500 કરોડના ખર્ચે આ કામ હાથ ધરાશે અને આ કામ પુર્ણ થવાથી રાપર તાલુકાના 9 ગામોના અંદાજે 42,000 એકર વિસ્તારને સિંચાઇમાં તથા 50,000 લોકોને લાભ થશે.

2) સધર્ન લીંક તબક્કો-1 અંતર્ગત ટપ્પર જળાશયમાંથી માંડવી તાલુકાના દસરડી જળાશય સુધીની કામગીરી હાથ ધરાશે. અંદાજિત રૂ.1225 કરોડના ખર્ચે થનાર આ કામના પરિણામે અંજાર, માંડવી, મુંદ્રા અને ભુજ એમ ચાર તાલુકાના 35 ગામોના અંદાજે 75,000 એકર વિસ્તાર તથા 1,10,000 લોકોને લાભ મળશે.

એટલું જ નહિ, આ લીંકથી અંજાર તાલુકાના 6, મુંદ્રા તાલુકાના 6, માંડવી તાલુકાના 5 અને ભુજ તાલુકાના 3 એમ કુલ 20 જળાશયોને પાણીથી ભરવામાં આવશે.

3) ટપ્પર જળાશયમાંથી  ભુજ તાલુકાના જમારા જળાશય સુધી કામગીરી હાથ ધરવાનું આયોજન છે. અંદાજિત રૂ.1200 કરોડના ખર્ચે આ કામોને પણ અંજાર અને ભુજ એમ બે તાલુકાના કુલ 20 ગામોના અંદાજે 38,000 એકર વિસ્તાર તથા 1,10,000 લોકોને લાભ મળશે. આ લીંકથી ભુજ  તાલુકાના 6 જળાશયોમાં પાણી નાખવામાં આવશે. તેવુ આયોજન છે.

4) ટપ્પર ડેમમાંથી નખત્રાણા તાલુકાના નિરોણા ડેમ સુધી કામગીરી હાથ ધરવામાં આવશે જેનો અંદાજિત ખર્ચે રૂ.1200 કરોડ થશે જેથી અંજાર, ભુજ અને નખત્રાણા તાલુકાના કુલ 32 ગામોના અંદાજે 80,000 એકર વિસ્તાર તથા 1,45,000 લોકોને લાભ મળશે.

Next Article