નવા CM ની દિલ્હી યાત્રા: આવતીકાલે CM ભુપેન્દ્ર પટેલ PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાત

|

Sep 19, 2021 | 2:17 PM

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આવતીકાલે દેલ્હી જશે. દિલ્હીમાં તેઓ પીએમ મોદી (PM Modi) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે શુભેચ્છા મુલાકાત કરશે.

ગુજરાતના નવકા સીએમ ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આવતી કાલે એટલે કે સોમવારે દિલ્હી જશે. દિલ્હીમાં તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. મળેલા અહેવાલ અનુસાર સીએમ ભુપેન્દ્ર પટેલ આવતીકાલે PM મોદી (PM Narendra Modi) સાથે શુભેચ્છા મુલાકાત કરવાના છે. એટલું જ નહીં સાથે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે પણ કરશે મુલાકાત કરવાના છે. CM પદ સંભાળ્યા બાદ આ પહેલી મુલાકાત છે.

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રીએ આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત કરી છે. મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ ચર્ચામાં છે. CM પદની શપથ બાદ તેઓએ રાજ્યના મંદિરોમાં દર્શન કર્યા. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીના જન્મદિને કાર્યક્રમોમાં ભાગ પણ તેઓએ લીધો હતો. તાજેતરમાં તેમણે આનંદીબેનના આશીર્વાદ લીધા. આનંદીબેન ગઈકાલે એટલે કે શનિવારે જ અમદાવાદ આવ્યા છે. સામાજિક કારણોસર ઉત્તરપ્રદેશના રાજ્યપાલ 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. આ પ્રસંગે ભુપેન્દ્ર પટેલે તેમની મુલાકાલ લીધી. હવે મળેલી માહિતી અનુસાર CM આવતીકાલે દિલ્હી જશે.

સામાન્ય રીતે નવી સરકાર બન્યા બાદ રોજ નવી ચહલપહલ જોવા મળી રહી છે. તેમજ CM બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ સતત રાજકીય લોકો અને કાર્યકર્તાઓની મુલાકાત લઇ રહ્યા છે. આ તમામ વચ્ચે તેઓ દેલ્હીમાં પ્રધાનમંત્રી અને કેન્દ્રીયમંત્રી સાથે મુલાકાત લેશે.

 

 

આ પણ વાંચો: આનંદો : ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, ડેમ 60 ટકા ભરાયો

આ પણ વાંચો: Good News : ગુજરાતમાં મોસમનો કુલ 73. 95 ટકા વરસાદ નોંધાયો, હજુ પણ ભારે વરસાદની આગાહી

Published On - 2:11 pm, Sun, 19 September 21

Next Video