Gujarati NewsGujaratCM Bhupendra Patel reviews 27 high impact projects, urges officials to complete them within time limit without compromising on quality
CM ભૂપેન્દ્ર પટેલે હાઈ ઇમ્પેક્ટ 27 પ્રોજેક્ટ્સની કરી સમીક્ષા, ગુણવત્તામાં બાંધછોડ વિના સમય મર્યાદામાં પૂરા કરવા અધિકારીઓને તાકિદ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આજે ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 27 હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની કામગીરીની સમીક્ષા કરી હતી. કુલ રૂ.11,360 કરોડના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની કામગીરીની પ્રગતિ અંગે જાણકારી મેળવી હતી. જેમાં રેલવેના 4 પ્રોજેક્ટ્સ, ઉદ્યોગ અને ખાણ વિભાગના 6 અને શહેરી વિકાસ વિભાગના 15 પ્રોજેક્ટની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
શહેરી વિકાસ વિભાગને સ્પર્શતા 15 પ્રોજેક્ટ્સ અંતર્ગત સ્માર્ટ સિટી મિશનમાં અમદાવાદમાં 14 મેગા વોટના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટના 1 થી 5 ફેઈઝ, ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની અને વાડજમાં પી.પી.પી. ધોરણે ઝુપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટની પ્રગતિ અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.
5 / 6
આ ઉપરાંત જામનગર લાલપુર બાયપાસ જંક્શન પરના ફોર લેન ફ્લાયઓવર, સુરત મહાનગરમાં બી.આર.ટી.એસ. ક્રોસિંગ ઉપરના ફોર લેન ફ્લાય ઓવર બ્રીજના કામકાજની પ્રગતિની જાણકારી બેઠકમાં આપવામાં આવી હતી.
6 / 6
જૂનાગઢ શહેરના અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી અંગે પણ શહેરી વિકાસ અગ્ર સચિવ થેન્નારસને વિગતો આપી