અગ્નિકાંડની ઘટના મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને કરી આકરી ટકોર, જાણો શું કહ્યું

|

Jun 13, 2024 | 2:33 PM

ગુજરાતના રાજકોટમાં બનેલ અગ્નિકાંડ પર મોડે મોડે ગુજરાત સીએમએ અધિકારીઓને ટકોર કરી છે. ત્યારે રાજકોટ ની ઘટના ને લઈ સૂચક નિવેદન આપતા કહ્યું હતુ કે રાજકોટ ની ઘટના પછી વિચારવું પડે કે કયા ભૂલ થાય છે? માણસ નો જીવ સૌથી મહત્વ નો છે. તેની માટે કોઈ જ પ્રકાર નું સમાધાન કોઈ પણ પક્ષે ના થવું જોઈએ.

અગ્નિકાંડની ઘટના મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને કરી આકરી ટકોર, જાણો શું કહ્યું
CM Bhupendra Patel

Follow us on

રાજકોટ અગ્નિકાંડની ઘટના મુદ્દે જાહેર કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને ટકોર કરી હતી. સીએમ એ આ અંગે કહ્યું કે રાજકોટની ઘટના બાદ વિચારવું પડે કે ક્યાં ભૂલ થાય છે. માણસનો જીવ મહત્વનો છે ત્યારે “જીવ બચાવવા કોઇ જ પ્રકારનું કોઇપણ પક્ષે સમાધાન ન થવું જોઇએ”

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે તંત્ર જાગ્યુ હોય એમ લાગી રહ્યું છે ત્યારે ગુજરાતના રાજકોટમાં બનેલ અગ્નિકાંડ પર ગુજરાત સીએમએ અધિકારીઓને ટકોર કરી છે. ત્યારે રાજકોટની ઘટનાને લઈ સૂચક નિવેદન આપતા કહ્યું હતુ કે, રાજકોટની ઘટના પછી વિચારવું પડે કે કયા ભૂલ થાય છે ? માણસનો જીવ સૌથી મહત્વનો છે. તેની માટે કોઈ જ પ્રકારનું સમાધાન કોઈ પણ પક્ષે ના થવું જોઈએ. આ સાથે સીએમએ કહ્યું કે વિકાસ પાછળ દોટ મૂકીએ એનું જ ધ્યાન નહિ રાખવામાં આવે તો કોઈ મતલબ નથી.

ગુજરાત સીએમ એ અધિકારીઓની ટકોર કરી

CM ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓની ટકોર કરતા કહ્યું વિકાસના કામોની સમીક્ષા સપ્તાહમાં 2 વાર થવી જોઈએ. જ્યાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યુ છે ત્યાં સરકારી ઓફીસમાં પાનની પિંચકારી મારવામાં આવે છે. મીડિયા આવતા અહેવાલો પર ધ્યાન માં લેવા જોઈએ અને ગેરકાયદેસર કામ ને શરૂઆતમાં જ રોકી લેવુ જરુરી છે. આ સાથે નાની નાની ફરિયાદોના નિવારણ થવા જરૂરી છે. પ્રજા જ વીડિયો બનાવીને મોકલે છે એની પર ધ્યાન આપવું જરૂરી છે.

દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ
Garlic Benefits : રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાના ચમત્કારિક ફાયદા
આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !

નગર પાલિકાને ટકોર કરતા CM એ શું કહ્યું ?

આ સાથે CM ભૂપેન્દ્ર પટેલે નગર પાલિકાને પણ ટકોર કરી હતી તેમણે નગર પાલિકાને કહ્યું ગ્રાન્ટ ફાળવી દીધા પછી પણ પૈસા વાપરી શકતી નથી, એનો શુ મતલબ? નપા કામગીરી નથી કરી શકતી એ સારું કામ કરશે તો હક ના પૈસા મંજુર કરાવી દઈશું

સમયસર ટેન્ડર મંજુર ના થયા તો 5% નું કામ 15% વધારા સાથે મજૂર કરવું પડે. તાકાતની નિર્ણય શક્તિ થી કામ કરવું જોઈએ. બધાએ સાથે રહીને નિર્ણય લેવા સીએમ એ સૂચન આપ્યું હતુ.

Published On - 2:31 pm, Thu, 13 June 24

Next Article