સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક દલા તલવાડીની માફક સરકારી જમીનના પ્લોટ પાડીને વહેંચી લેનારા ઉચ્ચ અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો

સરકારી જમીન, સરકારી જમીનના પ્લોટ પાડનાર સરકારી અધિકારી અને પ્લોટ ખરીદનારા પણ સરકારી બાબુઓ જ. દલા તલવાડીની માફક નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક મોકાની જગ્યાએ આવેલ સરકારી જમીનના પ્લોટ પાડીને ખરીદી લઈને બંગ્લા બાંધનારા સરકારી બાબુઓ પર સરકારની તવાઈ આવી છે. 11 અધિકારીઓ પૈકી 5 અધિકારીઓના બંગ્લા ઉપર દાદાનું બૂલડોઝર ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક દલા તલવાડીની માફક સરકારી જમીનના પ્લોટ પાડીને વહેંચી લેનારા ઉચ્ચ અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
| Updated on: Jun 28, 2026 | 12:26 PM

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરમાં આજે રવિવારે 28મી જૂનના રોજ સરકારી તંત્ર દ્વારા સરકારી અધિકારીઓના બંગલાઓ ઉપર ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. કેટલાક વર્ષ પહેલા અમૂક ઉચ્ચ અધિકારીઓએ, સરકારી જમીનના પ્લોટ પાડીને તેને વેચાતા લઈ લીધા હતા. આ પ્લોટની જમીન અંગે વિવાદ સર્જાયા બાદ શ્રી સરકાર કરાઈ હતી. આથી આવી જમીન પર બનેલા બંગલાઓ સામે તોડફોડની કાર્યવાહી શરૂ થતાં સમગ્ર જિલ્લામાં જ નહીં પરંતુ ગાંઘીનગરના સરકારી આલમમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જો કે દલા તલવાડીની માફક સરકારી જમીનના પ્લોટ, સરકારી અધિકારીઓ દ્વારા જ ખરીદી લઈને તેના પર વૈભવી બાંધકામ કરનારા અધિકારીઓ પર તવાઈ આવી ખરી તેવી ચર્ચાઓ આજે ઠેર ઠેર થઈ રહી છે.

સરકારી જમીન, સરકારી જમીનના પ્લોટ પાડનાર સરકારી અધિકારી અને પ્લોટ ખરીદનારા પણ સરકારી બાબુઓ જ. દલા તલવાડીની માફક નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક મોકાની જગ્યાએ આવેલ સરકારી જમીનના પ્લોટ પાડીને ખરીદી લઈને બંગ્લા બાંધનારા સરકારી બાબુઓ પર સરકારની તવાઈ આવી છે. 11 અધિકારીઓ પૈકી 5 અધિકારીઓના બંગ્લા ઉપર દાદાનું બૂલડોઝર ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે.

માહિતી અનુસાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ બાદ ગરૂડેશ્વર અને આસપાસના વિસ્તારમાં જમીનોના ભાવમાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો હતો. તે દરમિયાન વર્ષ 2019માં જિલ્લાના વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા આશરે 11 જેટલા તત્કાલીન ઉચ્ચ અધિકારીઓએ સરકારી જમીનના પ્લોટ પાડીને એકબીજાને ફાળવવામાં આવ્યા હતા.

આ પ્લોટોની ફાળવણી તે સમયના જિલ્લા કલેક્ટર આર. એસ. નિનામા દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ફાળવણી બાદ સરકારી અધિકારીઓએ પ્લોટ પર બંગલાઓનું નિર્માણ કર્યું હતું.

હવે તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે 28મી જૂનને રવિવારે પાંચ અધિકારીઓના બંગલાઓનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીઓની હાજરીમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી પાછળના કાનૂની અને વહીવટી કારણોને લઈને હજુ સુધી તંત્ર તરફથી સત્તાવાર વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, સરકારી જમીનની ફાળવણી અને તેના ઉપયોગને લઈને સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

ડિમોલિશન ડ્રાઇવ બાદ હવે બાકીના પ્લોટધારકો સામે પણ કાર્યવાહી થશે કે નહીં, તેના પર સૌની નજર છે. જો કે બે અધિકારીઓએ તેમના બંગ્લા તોડી નાખવા અંગેના  સરકારના આદેશને અદાલતમાં પડકાર્યો હોવાથી કાનુની પ્રક્રિયા ચાલુ છે. આથી સરકારે આવા કાનુની કાર્યવાહી વાળા બંગ્લાઓ છોડીને અન્ય બંગ્લાઓ તોડી પાડીને તે જમીન પાછી સરકાર હસ્તક લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Us