મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે, યોગી આદિત્યનાથના શપથગ્રહણ સમારોહમાં આપશે હાજરી

|

Mar 25, 2022 | 6:54 AM

લખનઉને શણગારવામાં આવી રહ્યું છે. આજે સમગ્ર ઉત્તર પ્રદેશમાં ઉત્સવનો માહોલ રહેશે. યોગી આદિત્યનાથના શપથ ગ્રહણમાં પીએમ નરેન્દ્ર મોદીની સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે, યોગી આદિત્યનાથના શપથગ્રહણ સમારોહમાં આપશે હાજરી
CM Bhupendra Patel (File Image)

Follow us on

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની વિધાનસભા ચૂંટણી (Assembly elections)માં પ્રચંડ જીત મેળવ્યા બાદ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) આજે બીજી વાર સત્તાની કમાન સંભાળવા જઇ રહ્યા છે. ત્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ઉત્તર પ્રદેશ મુખ્યપ્રધાનની શપથવિધિ સમારંભમાં હાજરી આપશે. સાંજે 4 કલાકે યોજનારા શપથગ્રહણ સમારોહમાં દેશના ભાજપ શાસિત તમામ મુખ્ય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ પણ ઉત્તર પ્રદેશ પહોંચશે. આ સમારોહમાં ગુજરાતના જે પણ નેતાઓને યુપીની જવાબદારી સોંપાઇ તે તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આજે સાંજે 4 કલાકે યોગી આદિત્યનાથની મુખ્યપ્રધાન પદ માટે શપથવિધિ છે. લખનઉના ઈકાના સ્ટેડિયમમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે. યોગી આદિત્યનાથના શપથ ગ્રહણમાં સામેલ થવા માટે ભાજપ સંગઠને ભાજપ શાસિત 12 રાજ્યોના મુખ્યપ્રધાન અને પાંચ નાયબ મુખ્યપ્રધાનોને આમંત્રણ મોકલ્યા છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં સામેલ થવા માટે ઉત્તરપ્રદેશ પહોંચશે. આ શપથવિધિમાં હાજરી આપવા ગુજરાતમાંથી ભાજપના 160 પદાધિકારીઓેને આમંત્રણ અપાયું છે. ગુજરાતના જે પણ નેતાઓને યુપીની જવાબદારી સોંપાઇ તે તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ સિવાય શપથ સમારોહમાં સામેલ થવા માટે યુપીના મોટા ઉદ્યોગપતિઓ અને આઈએમએને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. નાથ સંપ્રદાય સહિત તમામ મોટા મઠોના સાધુ સંતોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. બાબા રામદેવ, મથુરા, વૃંદાવન, અયોધ્યા હરિદ્વાર સહિત દેશના ઘણા રાજ્યોમાંથી સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ માટે ભાજપ સંગઠને સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. લખનઉને શણગારવામાં આવી રહ્યું છે. આજે સમગ્ર ઉત્તર પ્રદેશમાં ઉત્સવનો માહોલ રહેશે. યોગી આદિત્યનાથના શપથ ગ્રહણમાં પીએમ નરેન્દ્ર મોદીની સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે. ભાજપે આજે ઉત્તરપ્રદેશના દરેક મુખ્ય ચોકમાં શણગાર સાથે મઠો અને મંદિરોમાં પૂજાની તૈયારીઓ કરી છે.વાસ્તવમાં ભાજપ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં જીત દ્વારા સમગ્ર દેશને એક સંદેશ આપવા માગે છે. તેથી ભાજપ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહને તહેવાર તરીકે ઉજવવાની તૈયારી કરી રહ્યું છે.

આ પણ વાંચો-

President Kovind Gujarat Visit Highlights: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિધાનસભામાં સંબોધન વખતે કહ્યું ભૂકંપ પછી બેઠું થયેલું ગુજરાત ખમીરવતું છે

આ પણ વાંચો-

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના સંગઠનના નવા માળખાની જાહેરાત, ઉપ પ્રમુખો,મહામંત્રીઓ અને જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત

Next Article