AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JAMNAGAR : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જામનગર પહોચ્યા, ધુંવાવ ગામ ખાતે નિરીક્ષણ કરી ગ્રામજનો સાથે મુલાકાત કરી

CM Bhupendra Patel in Jamnagar : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જામનગરના ધુંવાવ ગામ ખાતે જાત તપાસ કરી અને વરસાદી અસરનું નિરીક્ષણ કર્યું. મુખ્યપ્રધાને ધુંવાવની સરકારી શાળામાં ગામના આગેવાનો સાથે ચર્ચા કરી.

JAMNAGAR : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જામનગર પહોચ્યા, ધુંવાવ ગામ ખાતે નિરીક્ષણ કરી ગ્રામજનો સાથે મુલાકાત કરી
Chief Minister Bhupendra Patel reached Jamnagar and inspected at Dhunvav village
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 4:28 PM
Share

JAMNAGAR : વરસાદી તાંડવથી નુક્સાની જાત તપાસ કરવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જાત તપાસ માટે જામનગરમાં પહોંચ્યા છે.મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જામનગરના ધુંવાવ ગામ ખાતે જાત તપાસ કરી અને વરસાદી અસરનું નિરીક્ષણ કર્યું. મુખ્યપ્રધાને ધુંવાવની સરકારી શાળામાં ગામના આગેવાનો સાથે ચર્ચા કરી. નિરીક્ષણ બાદ જીલ્લા વહીવટી તંત્ર સાથે મુખ્યપ્રધાનન પટેલ બેઠક કરશે.

જામનગરમાં મેઘ તાંડવથી ધુંવાવમાં તબાહીના દૃશ્યો સર્જાયા છે. ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરવાની રજૂઆત કરવામાં આવી. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની જાત તપાસ દરમિયાન સ્થાનિકોએ રજૂઆત કરી હતી. ધુંવાવ ગામના 15 થી વધુ પશુઓ વરસાદી પાણીમાં તણાયાના અહેવાલ છે. ધુંવાવ ગામના 4 થી વધુ કાચા મકાનોને નુક્સાન થયું છે. સરકારી મિલકતને પણ વરસાદને કારણે નુક્સાન થયું છે અને ખેત વિસ્તારમાં ઊભા પાકને પણ ભારે નુક્સાની થઇ છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદથી તેમને થયેલા નુકશાનની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.મુખ્યપ્રધાને આ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે. આ અંગે ટ્વીટ કરતા મુખ્યપ્રધાન પટેલે લખ્યું હતું કે,

“જામનગર જિલ્લામાં ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી તેમને થયેલા નુકસાનની વિગતો ગ્રામજનો સાથે સંવેદનાપૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.”

આ પણ વાંચો : RAJKOT : છાપરા ગામે તણાયેલી કાર મળી આવી, કારમાંથી પેલિકન કંપનીના માલિકનો મૃતદેહ મળ્યો

g clip-path="url(#clip0_868_265)">