લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસને મોટો ઝટકો મળવા જઈ રહ્યો છે. આદિવાસી સમાજના કદાવર નેતા અને છોટા ઉદેપુરથી પાંચવાર સાંસદ રહી ચુકેલા નારણ રાઠવા આવતીકાલે ભાજપમાં જોડાવાની શક્યતા છે. રાઠવા તેના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. જેનાથી કોંગ્રેસની મજબુત આદિવાસી વોટબેંકમાં મોટુ ગાબડુ પડશે.
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિપક્ષની હાલત કફોડી થતી જાય છે. કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા આવતીકાલે ભાજપમાં જોડાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં નારણ રાઠવા પોતાના સમર્થકો સાથે કેસરિયા કરશે. આદિવાસી સમાજમાંથી આવતા અને આદિવાસી વિસ્તારનો કદાવર ચહેરો કોંગ્રેસમાં જો કોઈ ગણાતા હોય તો તે નારણ રાઠવા છે અને હવે એ પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાંથી આવતા નારણ રાઠવાની મજબુત આદિવાસી વોટબેંક છે. આથી નારણ રાઠવાના ભાજપ પ્રવેશથી લોકસભામાં ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળી શકે તેમ છે.
કોંગ્રેસના નારણ રાઠવાની રાજકીય સફર
છોટા ઉદેપુરથી કોંગ્રેસના પાંચવાર લોકસભાના સાંસદ રહી ચુક્યા છે નારણ રાઠવા
આદિવાસી સમાજનો કદાવર ચહેરો અને આદિવાસી મત વિસ્તારમાં મજબુત પકડ