છોટાઉદેપુરની નસવાડી પંચાયતના માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર લાંચ લેતા ઝડપાયો હતો, હરેશ ચૌધરીનામનો ઈસમ લાંચ લેતા રંગે હાથ ACBના હાથે ઝડપાયા હતા. ACBએ છટકું ગોઠવીને બે લાખ રૂપિયાની લાંચ લેતા હરેશ ચૌધરીને રંગેહાથે ઝડપી પાડ્યો હતો પરંતુ મોકાની રાહે બેસેલો ડે. ઇજનેર ફરાર થઈ ગયો હતો.
છોટાઉદેપુરમાં લાંચ લેતા ઝડપાયેલો હરેશ ચૌધરીએ વિકાસલક્ષી કામ પેટે ટકાવારીના બદલામાં લાંચ માગી હતી. આ બાબતની ફરિયાદ ACBને મળતા છટકું ગોઠવી રંગે હાથ આરોપીને ઝડપી પાડ્યો હતો. 2 લાખ રૂપિયાની લાંચ લેનાર આરોપી ACBને પણ ચકમો આપી ત્યાથી ફરાર થયો હતો. જે સમગ્ર બાબતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.
છોટાઉદેપુરમાં લાંચ લેતા ઝડપાયેલો નાયબ કાર્યપાલક ઈજનેર ACBના સકંજામાંથી ફરાર થતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. નસવાડી પંચાયત માર્ગ-મકાન વિભાગનો ડેપ્યુટી એન્જિનિયર હરૈશ ચૌધરી બે કોન્ટ્રાક્ટરોની મદદથી પોલીસના હાથ માથી ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. હાલ આ ફરાર આરોપીને શોધખોળ માટે પોલીસે ક્વાયત હાથ ધરી છે. હરેશ ચૌધરીએ નસવાડી તાલુકાના નાના પુલના બાંધકામ બાદ તેના બિલની 10 ટકા રકમ પેટે રૂ.10 લાખમાંથી 2 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ બીજી રકમની તે માગણી કરતો હતો. આ દરમિયાન ACBને ફરિયાદ મળતાં છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ACBના અધિકારીઓ તેને પૂછપરછ માટે નસવાડી સર્કિટ હાઉસમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાંથી તે ફરાર થઈ ગયો છે.
આ પણ વાંચો : નકલી બનીને અસલી ખેલ પાડવા ગયેલા NIA અને DGP કચેરીના પોલીસ કોન્સ્ટેબલ ભરાયા, જાણો
ACBએ નસવાડી પંચાયતના માર્ગ મકાન વિભાગના ડે. ઈજનેર હરેશ ચૌધરીની કાર અને ઓફિસમાં પણ તપાસ હાથ ધરી હતી. હાલ આરોપી ફરાર થતાં પોલીસના કામકાજ અંગે સવાલો ઉઠી રહ્યા છે. સાથે આરોપીને ભગાડી જવામાં પણ કેટલાક લોકોનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકો વિરુદ્ધ પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરે તે જોવું રહ્યું.
(વિથ ઈન્પુટ – મકબૂલ મંસૂરી)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…