CHHOTA UDEPUR : નસવાડી, બોડેલીના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસના પાકમાં ભેદી રોગથી ખેડૂતોની ચિંતામાં વધારો

CHHOTA UDEPUR : નસવાડી, બોડેલીના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસના પાકમાં ભેદી રોગથી ખેડૂતોની ચિંતામાં વધારો

| Edited By: | Updated on: Aug 16, 2021 | 7:29 PM

સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે કપાસમાં આ પહેલીવાર આવો રોગ આવ્યો છે જેને વાયરસ તરીકે ઓળખવામાં આવ્યો છે, પણ આ વાયરસ એવો છે કે કપાસનો વિકાસ અટકાવી દે છે.

CHHOTA UDEPUR : ખેડૂત પર જાણે કુદરત રૂઠી હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયાં છે.તો બીજી બાજુ નસવાડીના બોડેલી સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કપાસની ખેતીમાં અચાનક ભેદી રોગ જોવા મળ્યો.જેને પગલે કપાસના ઉભા છોડનો વિકાસ અચાનક અટકી ગયો છે. ખેતીવાડી અધિકારીએ નિરીક્ષણ માટે છોડ લઈ જઈ તપાસ કરી પરંતુ ભેદી રોગની ભાળ મળી ન હતી. જેથી થોડા સમયમાં કપાસના સંપુર્ણ પાકને નુકશાન પહોંચવાની ભીતી સેવાઈ રહી છે.ત્યારે ખેતીવાડી વિભાગ અને સરકાર ખેડૂતોની સ્થિતિ સમજી યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.

સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે કપાસમાં આ પહેલીવાર આવો રોગ આવ્યો છે જેને વાયરસ તરીકે ઓળખવામાં આવ્યો છે, પણ આ વાયરસ એવો છે કે કપાસનો વિકાસ અટકાવી દે છે. અત્યારે બે અઢી મહિનાના કપાસમાં ફળ આવી જવું જોઈએ, પણ વાયરસના કારણે કપાસમાં ફળ આવ્યાં નથી. જેના કારણે ખેડૂત પાયમાલ થવાની સ્થિતિ તરફ જઈ રહ્યો છે.

આ પણ વાંચો : RAJKOT : સિંચાઈનું પાણી નહીં મળે તો ધોરાજીના ખેડૂતોનો પાક નિષ્ફળ જશે