છોટાઉદેપુર : નળ સે જળ યોજના દ્વારા લોકોના ઘર સુધી પાણી મળે તે માટે બોડેલી (Bodeli) તાલુકાના રાજખેરવા ગામે (Rajkherwa village) કોન્ટ્રાકટરને કામ સોપવામાં તો આવ્યું, પણ કોન્ટ્રાક્ટર (Contractor)ગામના લોકો સાથે છેતરપિંડી (Fraud) કરી. સરકારી પૈસા ખિસ્સામાં સરકાવી લે તે પહેલા ગ્રામ પંચાયતના સરપંચે (Sarpanch) તેની કરતૂતને ઊઘાડી પાડી અને પેમેન્ટ અટકાવી દીધું અને કોન્ટ્રાકટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી.
બોડેલી તાલુકાનું રાજ ખેરવા ગામ કે જે ગામના લોકો પીવાના પાણીની સમસ્યા લઈ ત્રસ્ત છે. ઉનાળાની શરૂઆત થતાં જ પાણી પાણીની પોકાર આ વિસ્તારમાં ઉઠતી હોય છે. તળાવો સુકાઇ ગયા છે. બોરમાં પાણી પાતાળમાં ઉતારી ગયા છે. પાણીની તકલીફ દૂર કરવા સરકારની વાસમો યોજના દ્વારા રાજખેરવાના લોકોને ઘર સુધી પાણી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટરને કામ સોપાયું . 17 લાખનું સરકારે ટેન્ડર બહાર પાડ્યું અને કોન્ટ્રાક્ટરે આ કામ 7.14 લાખમાં રાખી કામની શરૂઆત કરી. વાસમો દ્વારા ગામને પાણી પહોંચાડવા માટેનો બોર ગામની બહાર સીમમાં બનાવ્યો અને ગામમાં પાણી લઈ જવા પાઇપ નાખી જ નથી, જે એક રીતે કહી શકાય કે ગામ લોકો સાથે છેતરપિંડી કરી છે.
પાણી માટે બોર જે ખુલ્લો છે. બોર ચલાવવા માટે વીજ કનેક્શન છે જ નહી. ફકત વીજ મીટર માટે બોક્સ બનાવવામાં આવ્યું છે તેમાં વીજ મીટર નથી. નવાઈની વાત તો એ છે કે 300 મીટર દૂર ગામના મકાનો સુધી પાણી લઈ જવા માટે પાઈપ નાખવાની હોય તે નાખી જ નથી. ફકત 6 ફૂટનો પાઇપનો ટુકડો જ દાબેલો છે. આમ છતાં કોન્ટ્રાકટરે કામ પૂર્ણ કરી દીધું હોવાની જાણકારી પંચાયાતમાં કરી અને અને તેના પેમેન્ટ માટે સરપંચ પાસે ચેક માંગ્યો.
તો બીજી બાજુ ગામ લોકો પીવાનું પાણી મળતું ના હોય બુમરાણ મચાવી રહ્યા હતા. ગામમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે સ્ટેન્ડમાં પાણી આવે તે પહેલા તૂટી ગયા છે તેવી ફરિયાદ ગામ લોકોએ સરપંચને કરી છે. હાલમાં આ યોજનાનું એક ટીપું પાણી ગામ લોકોને મળ્યું નથી. પાણી આવે પણ કેમ સ્ટેન્ડ પોજ સુધી પાઈપ લાવવામાં આવી જ નથી તો પાણી કયાંથી આવે ?. ગામ લોકો આક્રોશ વ્યકત કરી રહ્યા છે. અને કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર કરવાના આવ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
કામ પૂર્ણ થવાની વાત કોંટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે. તો પછી પાણી કેમ નહી તેવો સવાલ અલીખેરવાના સરપંચના મનમાં ઉઠ્યો. ગામની બહાર સમસાણ પાસે જે નવો બોર બનાવવામાં આવ્યો છે. તેનું ઉદ્ઘાટન માટે ગામ લોકો સરપંચને બોલાવ્યા હતા. સાથે એ રજૂઆત કરી કે આ બોરનું પાણી નળ સે જળ યોજનાની પાઇપમાં નાખી ગામ સુધી લઈ જવામાં આવે. તપાસ કરવામાં આવ્યું તો માલૂમ પડ્યું કે 300 ફૂટની લાઇનમાં એક 3 ફૂટનો પાઇપ ઊભો કરેલો છે. ખોદકામ કરતા માલૂમ પડ્યુ કે 300 મીટરની લાઇનમાં પાઇપ નાખી નથી. સામેની બાજુમાં પણ એક પાઇપનો ટુકડો નાખી દીધો છે. આ બાબતની સરપંચને જાણકારી મળી તો કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવી દીધું છે. અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ મહિલા સરપંચ કરી રહ્યા છે.
અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચની સૂઝ બૂઝને લઈ ભેજાબાજ કોન્ટ્રાકટરની યુક્તિ કામ ના લાગી અને તેની સામે સરપંચ યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. પણ જે ઉનાળામાં લોકોને પાણી મળવું જોઇતું હતું તે હવે કયારે મળશે એ એક સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.
આ પણ વાંચો :Botad: સાળંગપુરમાં હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ નીકળી ભવ્ય શોભાયાત્રા, હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા
ગુજરાત કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી પૂર્વે નેતાઓની નારાજગી દૂર કરવા અપનાવશે આ રણનીતિ