છોટાઉદેપુર (Chhotaudepur)જિલ્લાના મુવાડા ગામના (Muwada village) એક મકાનમાં દીપડો (Panther)ઘુસી ગયો. અને પાંચ જેટલા લોકોને ઇજા પહોંચાડી. જોકે વન વિભાગને (Forest Department)જાણ થતાં ઘટનાસ્થળ પર પહોંચી. મકાનમાં ફસાયેલા લોકોને બચાવવાની કોશિષ કરી હતી.પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ મુવાડા ગામે સવારના સમયે અચાનક દીપડો ઘરમાં ઘુસી ગયો. આજ સમયે ઘરના તમામ 10 જેટલા સભ્યો બપોરનું જમી કરી રહ્યા હતા. અચાનક ઘરમાં દીપડાને જોતા નાસભાગ મચી હતી.
દીપડાએ ઘરના પાંચ સભ્યો પર હુમલો કર્યો જેથી તેમને ઇજાઓ થઈ હતી. જોકે મકાનના ખુલ્લા ભાગમાં હતા જેથી તેઓ ત્યાં થઈ નાસી છૂટવામાં સફળ થયા હતા. જોકે ત્રણ જેટલા વ્યક્તિ મકાનના એક ભાગમાં ઘુસી જઇ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. ત્રણ કલાક જેટલા સમય સુધી ત્રણ વ્યક્તિઓ મકાનમાં ફસાય ગયા હતા. વન વિભાગની ટીમ દ્વારા ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. અંદરના લોકો સાથે ફોન પર વાત કરી બહાર નીકળવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. હેમખેમ રીતે તમામને બહાર કાઢવામાં આવ્યા હતા.
હાલ તો ગામમાં દહેશતનો માહોલ છે. ગામના લોકોમાં દીપડાને લઈ ડર જોવાઈ રહ્યો છે. ગામના લોકો એક જુથ થઈ ટોળામાં આવી ગયા છે. ત્યારે વન વિભાગ તેને પકડી પાડવાની તમામ પ્રયાસો હાથ ધર્યા છે. જોકે અધિકારીઓનું એ પણ કહેવુ સાંજના સમયે તે મકાનમાંથી બહાર નીકળી જશે.
ખાસ કરીને પાવીજેતપુર તાલુકાનો કેટલોક વિસ્તાર ડુંગર અને જંગલથી ઘેરાયેલ છે. જંગલમાં વસ્તા વન્ય પ્રાણીઓ ઉનાળાના સમયે પીવાના પાણી અને ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવી જતા હોય છે. દીપડો જે મુવાડા ગામ સુધી આવી ગયો હોય તેનું પણ આજ કારણ ગામ લોકો જણાવી રહ્યા છે. જરૂરી એ છે કે વન્ય પ્રાણી માટે જરૂરિયાત વન વિભાગ દ્રારા વનમાં જ કરવામાં આવે જેથી હિંસક પ્રાણીઓ ગામ સુધી ન આવે.
આ પણ વાંચો : Sabarkantha: ખેતરમાં અનાજ કે શાકભાજી નહી ખેડૂતે માદક પદાર્થની જ ખેતી કરી દીધી, SOG એ મોટો જથ્થો ઝડપ્યો
આ પણ વાંચો : જામનગર : PM આવાસ યોજનાના લાભાર્થીઓ પરેશાન, 15 દિવસથી પાણીની સમસ્યાથી રહીશો ત્રસ્ત