છોટા ઉદેપુર : કોરોનાથી થતા મોતના આંકડા છુપાવવાને લઇને રાજકારણ ગરમાયું

|

May 05, 2021 | 8:01 PM

કોરોનાને કારણે લોકો મારી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે સરકારી આંકડાઓને છુપાવવાનો પ્રયાસ તંત્ર કરી રહ્યું છે.

છોટા ઉદેપુર : કોરોનાથી થતા મોતના આંકડા છુપાવવાને લઇને રાજકારણ ગરમાયું

Follow us on

કોરોનાના કારણે દેશભરમાં આકડામાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે એક ચિંતાનો વિષય બન્યો છે. છતાં છોટાઉદેપુર જિલ્લામાં સરકારી આંકડા જોવા જઈએ તો ચાર કે પાંચ જ નોધાય છે. જે વાસ્તવિક નથી રોજે રોજ કોરોનાને કારણે લોકો મારી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે સરકારી આંકડાઓને છુપાવવાનો પ્રયાસ તંત્ર કરી રહ્યું છે.

પાવીજેતપુર તાલુકાના ધારાસભ્ય સુખરામ રાઠવા કે જેઓએ જાત તપાસા કરતાં આઠ દિવસમાં લગભગ ફકત કવાંટ તાલુકામાં જ 63 લોકોના મોત થયા હોવાનું જણાવ્યુ તેમનો આક્ષેપ છે કે સરકારે જે તે સમયે યોગ્ય પગલાં ન ભરતા અને સગવડતા ન આપી. જેને લઈ આદીવાસી લોકોને કમોતે મરવાનો વારો આવ્યો. તેમણે પણ જણાવ્યુ કે કવાંટ તાલુકાના સી.એસ.સી માં ઓક્સીજનની કમી છે જેને કારણે છોટાઉદેપુર રિફર કરવામાં આવે છે છોટાઉદેપુરમાં વેન્ટિલેટર ને ચલાવનાર નિષ્ણાંત ડોક્ટરના હતા જે અવ્યવસ્થાના કારણે કેટલાક આદીવાસીઓ પોતાના ઘરે પરત આવી જતાં. અને તેઓને યોગ્ય આરોગ્ય લક્ષી સેવા ન મળતા તેમના મોત થયા . આ તમામ હકીકતને લઈ જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર અને મુખ્ય મંત્રીને કાગળ લખીને જાણકારી આપવામાં આવી તેમાં જણાવવામાં આવ્યું કે જે પણ લોકોના કોરોનાથી મોત થયા છે તેની તપાસ થવી જોઈએ . પણ સરકાર મોતના આંકડા છુપાવી રહી છે તેવો આક્ષેપ સુખરામ દ્રારા કરવામાં આવી રહ્યો છે તેમનું કહેવું છે કે સરકારને તો ગુજરાતને વિકાસનું મોડેલ આખા દેશને બતાવવું છે

તો રાજ્ય કક્ષાના સાંસદ પણ પોતાનો આક્રોસ ઠાલવી રહ્યા છે. ગામડાઓમાં કોરોના ફેલાઈ ગયો છે છોટાઉદેપુરમાં 100 બેડની જ વ્યવસ્થા છે. નારણ રાઠવાનું કહેવું છે કે સિવિલ જેવી હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની સેવા મળે તેવી આશા રાખીએ છીએ પરંતુ સરકાર આદીવાસીઓ સાથે ઓરમાયું વર્તન રાખતું હોય તેમ લાગી રહ્યું છે નારણ રાઠવાનું પણ કહેવું છે કે પૂરતી સુવિધા ન મળવાને કારણે લોકોના મોત થઈ રહ્યા છે પંદર દિવસમાં 500 જેટલા લોકોના મોત થયા હોવાનું તેમનું કહેવું છે. તેમનું એ પણ કહેવું છે કે સરકાર આંકડા છુપાવી રહી છે. આંકડા છુપાવાનું કારણ સરકારની નિસકલજી અને બદનામી ન થાય તેના માટે આંકડા છુપાવી રહ્યા છે .

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

છોટાઉદેપુરના સાંસદ ગીતા બેનનું કવાંટ ગામ છે ત્યાં પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે તેમાં ડોક્ટરનો અભાવ છે તેવું ખુદ ગીતા બેનનું કહેવું છે ગીતાબેન રાઠવા નું એ પણ કહેવું છે કે જે પણ ડોક્ટરો અહીથી જતાં રહ્યા છે તેમણે પરત લાવવામાં આવશે અને આરોગ્ય સેવામાં વધારો કરવામાં આવશે. સરકારમાં પણ આ બાબતે લેટર લખીને જાણકારી આપવામાં આવી છે. ગીતાબેનને કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવા અને કોંગ્રેસના રાજય સભાના સાંસદ નારણ રાઠવા જે સરકાર આંકડા છુપાવી રહી છે તેવા આક્ષેપનું તેનું ખંડન કર્યું અને જણાવ્યુ કે તંત્ર દ્રારા કોઈ આકડા છુપાવવામાં આવતા નથી .

Published On - 8:01 pm, Wed, 5 May 21

Next Article