‘કોરોનાએ પતિનો જીવ લીધો, અને’ – વેદના કહેતા રડી પડી આશા બહેન: 1.5 વર્ષથી આશા વર્કરોને પગાર નથી મળ્યો

| Edited By: | Updated on: Oct 04, 2021 | 10:44 PM

Chhota Udaipur: છેલ્લા દોઢ વર્ષથી આશા વર્કરોને મહેનતાણું ન મળતા તેમની હાલત કફોડી થઈ છે. અને છેવટે તેમણે વિરોધ પ્રદર્શનનો સહારો લેવો પડ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાની આશા વર્કર બહેનોએ આખરે રસ્તા પર રેલી કાઢવા મજબુર થવું પડ્યું છે. છેલ્લા દોઢ વર્ષથી આશા વર્કરોને મહેનતાણું ન મળતા તેમની હાલત કફોડી થઈ છે. અને આખરે જિલ્લાની 1500 જેટલી આશા વર્કર બહેનોએ રેલી કાઢી સુત્રોચાર કર્યા હતા. રેલી અને વિરોધ પ્રદર્શન બાદ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીને આશા વર્કર બહેનોએ આવેદન પત્ર આપ્યું છે. બાદમાં DDOએ પણ આશા વર્કર બહેનોને હૈયા ધારણા આપી છે. ત્યારે આશા વર્કર બહેનોએ પોતાની માગ સંતોષવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

ત્યારે એક મહિલા અષા વર્કરે પોતાની વેદના જણાવી હતી. તેમણે કહ્યું કે તેમના પતિને કોરોના થયો. આ દરમિયાન તમના પતિનું મૃત્યુ થયું. બે છોકરા અને એક દીકરીનાની છે. તેમની શાળા ટ્યુશનની ફી ભરવાના પૈસા ક્યાંથી લાવવા? ઘર કઈ રીતે ચલાવું. આડોસી પાડોસી અનાજ અને પૈસા આપી જાય ત્યારે પૂરું થાય છે. આ વેદના કહતા કહેતા બહેન રડી પડ્યા હતા. હવે તંત્ર એમના આ રુદનને સાંભળી કાન સહીત આંખ ઉઘાડીને તેમની સમસ્યાનું નિવારણ લાવે તો જ આશા વર્કર બહેનો સાથે ન્યાય થાય એમ છે.

 

આ પણ વાંચો: આખરે ‘ડ્રેગન’ તાઇવાન પાસેથી શું ઇચ્છે છે? ચાર દિવસમાં 150થી વધુ ચીની ફાઇટર જેટ્સે ટાપુ તરફ ઉડાન ભરી

આ પણ વાંચો: સાવધાન! ફોનને આ રીતે રાખો સાફ રાખો, નહીંતર તમે પણ બની શકો છો ગંભીર રોગોનો શિકાર