ચહેરાના પીમ્પલ્સ અને કાળા ડાઘને મેકઅપ દ્વારા છુપાવવાની જાણો શ્રેષ્ઠ રીત

|

Sep 18, 2020 | 3:17 PM

ઘણીવાર ચહેરા પર ખીલના ડાઘ ધબ્બા પડી જાય છે. આ ડાઘ ધબ્બા છુપાવવાની સૌથી આસાન રીત છે મેકઅપ. પરંતુ ઘણી વખત યુવતીઓને મેકઅપ પ્રોડક્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની ખબર હોતી નથી. એટલે ચહેરાને ખુબસુરત બનાવવાના ચક્કરમાં ભૂલ કરી બેસે છે. જાણો મેકઅપથી પીમ્પલ્સ અને કાળા ડાઘ ધબ્બાને કઈ રીતે છુપાવશો? Web Stories View more શું […]

ચહેરાના પીમ્પલ્સ અને કાળા ડાઘને મેકઅપ દ્વારા છુપાવવાની જાણો શ્રેષ્ઠ રીત

Follow us on

ઘણીવાર ચહેરા પર ખીલના ડાઘ ધબ્બા પડી જાય છે. આ ડાઘ ધબ્બા છુપાવવાની સૌથી આસાન રીત છે મેકઅપ. પરંતુ ઘણી વખત યુવતીઓને મેકઅપ પ્રોડક્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની ખબર હોતી નથી. એટલે ચહેરાને ખુબસુરત બનાવવાના ચક્કરમાં ભૂલ કરી બેસે છે. જાણો મેકઅપથી પીમ્પલ્સ અને કાળા ડાઘ ધબ્બાને કઈ રીતે છુપાવશો?

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખીલ:
ખીલ ત્વચા સાથે સંકળાયેલી એક સામાન્ય સમસ્યા છે. ખીલના ડાઘના કારણે ખૂબસૂરતી ઘટી જાય છે પણ જો મેકઅપ સ્કીલ હોય તો ખીલના કારણે ચહેરા પર પડેલા ડાઘ ધબ્બાને સહેલાઈથી છુપાવી શકાય છે.

1. સૌથી પહેલાં ચહેરો સાફ કરો. ઓઈલી સ્કીનને કારણે ત્વચાના રોમછિદ્રો બંધ થઈ જાય છે એટલે ખીલ થાય છે. મેકઅપ શરૂ કરતાં પહેલાં ત્વચાને એન્ટી બેક્ટેરિયલ સોપ અથવા ફેસવોશથી સાફ કરો. એનાથી બેક્ટેરિયા દૂર થાય છે અને મેકઅપ પ્રોડકટથી નુકસાન થતું નથી.

2. મેકઅપ કરતા પહેલાં ત્વચાને મોઈશ્ચરાઈઝ કરો. સ્કીનને મોઈશ્ચરાઈઝ ન કરવાથી ફાઉન્ડેશન ત્વચાના ડ્રાય ભાગ પર જમા થાય છે. ચહેરાને મોશ્ચરાઈઝ કરવાથી મેકઅપ પ્રોડક્ટ નેચરલ દેખાય છે.

3. પ્રાઈમરને મેકઅપની પહેલી પ્રોડક્ટ માનવામાં આવે છે. એ મોટા રોમછિદ્રોને બંધ કરે છે. એટલે તમારો બેઝ સ્મૂધ દેખાય છે. ત્યારબાદ ખીલના ડાઘ ધબ્બા છુપાવવા માટે કલર કરેક્ટરનો યુઝ કરો. રેડ ખીલ છુપાવવા ગ્રીન કરેક્ટર અને બ્રાઉન ખીલ છુપાવવા પિંક બેઈઝડ કરેક્ટરનો ઉપયોગ કરો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કન્સિલર:

કલર કરેક્ટરની ઉપર કન્સિલર લગાવો. જ્યારે ખીલના ડાઘ છુપાવવાની વાત હોય ત્યારે કન્સિલરથી બહેતર કોઈ પ્રોડક્ટ નથી. ગ્રીન પ્રાઈમર અથવા ગ્રીન કન્સિલરને ડાયરેકટ ખીલ પર લગાવી શકાય છે. ડાર્ક સ્પોટ પર સ્કીન ટોન સાથે મેચ થતું કન્સિલર લગાવો. પછી રેગ્યુલર ફાઉન્ડેશન લગાવી મેકઅપ કરો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લાર્જ પોર્સ:

મોટા છિદ્રો છુપાવવા ત્વચાને બરાબર એક્સફોલિકેટ કરો. ત્યારબાદ સેલીસાઈક્લિક એસિડવાળું ફેસ સિરમ લગાડી પાંચ મિનિટ બાદ પ્રાઈમર લગાવો. સિલિકોન બેઈઝ પ્રાઈમર લગાવવાથી મોટા છિદ્રો પુરાઈ જાય છે.

વ્હાઇટ હેડ્સ:

ચહેરાને પાણીથી ધોઈ લો. ત્યારબાદ કન્સિલર લગાવો. કન્સિલર ડ્રાય અને થોડું જાડું હોવું જોઈએ. આઈ લાઈનર બ્રશથી કન્સિલર વ્હાઇટ હેડ્સ અને એની આસપાસ લગાવો પછી આંગળીથી હળવેથી બ્લેન્ડ કરો. ટ્રાન્સલુઅન્ટ પાઉડર લગાવો નહીં. એના બદલે સ્કીન ટોન સાથે મેચ થતું પાઉડર ફાઉન્ડેશન લગાવી શકો. કાળા કુંડાળા છુપાવવા લિકવિડ કન્સિલરને બદલે ક્રીમયુક્ત કન્સિલર પસંદ કરો. જો ચહેરો ઘઉંવર્ણો હોય તો યલો અને ગોરો હોય તો લાઈટ ગુલાબી કન્સિલર લગાવો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 10:00 pm, Tue, 15 September 20

Next Article