
ગાંધીનગરમાં સેક્ટર-17માં ધારાસભ્યો માટે બનાવવામાં આવેલા નવા MLA ક્વાર્ટર્સનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વૈભવી આવાસોમાં કુલ 216 મકાનો 220 કરોડથી વધુના ખર્ચે 9 માળના 12 ટાવરમાં બનાવાયા છે, જે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અને કેટલાક પૂર્વ-વર્તમાન પ્રધાનો માટે ફાળવવામાં આવશે.
નવા ક્વાર્ટર્સ વિધાનસભા અને સચિવાલયની નજીક હોવા સાથે ગાંધીનગરના કેન્દ્રિય વિસ્તારમાં સ્થિત છે. હાલમાં ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યો છે, જ્યારે 2026માં નવા સિયાન્કન પછી ધારાસભ્યોની સંખ્યા અંદાજે 230 સુધી વધવાની શક્યતા છે. આ માટે ફ્લેટની સંખ્યા 216 રાખવામાં આવી છે, જે ધારાસભ્યો અને પ્રધાનોને સુવિધાપૂર્વક રહેવા માટે પૂરતી છે.
New residential quarters for MLAs inaugurated in Gandhinagar#MLAQuaters #Gandhinagar #GandhinagarMLAQuaters #GujaratMLAQuaters #Gujarat #TV9Gujarati pic.twitter.com/y9zqde3oN0
— Tv9 Gujarati (@tv9gujarati) October 23, 2025
9 માળના 12 બ્લોકમાં કુલ 216 મકાનોનું નિર્માણ
દરેક માળ પર માત્ર 2 ફ્લેટ, જે પ્રાઈવસી અને આરામદાયક જીવન માટે ઉત્તમ છે
દરેક મકાનમાં 5 રૂમ અને 3 માસ્ટર બેડરૂમો સાથે લિવિંગ રૂમ અને ઓફિસ રૂમ
માસ્ટર બેડરૂમ, લિવિંગ રૂમ અને ઓફિસમાં એર કંડિશનિંગ
43 ઇંચ LED ટીવી, ફ્રિજ અને પાણી માટે RO સિસ્ટમ
2 સોફા, 6 પંખા અને મુલાકાતીઓ માટે અલગ વેઈટિંગ એરિયા
ચર્ચા અને બેઠક માટે મીટિંગ રૂમ, લાઈબ્રેરી અને રીડિંગ રૂમ ઉપલબ્ધ
ડ્રાઈવર, રસોઈયા અને ઘરઘાટી માટે અલગ એન્ટ્રી
સંકુલમાં બે લેન્ડસ્કેપ ગાર્ડન, ઓડિટોરિયમ, ઈન્ટરનેટ લાઉન્જ અને ઈન્ડોર ગેમ ઝોન
જિમ, સ્વિમિંગ પૂલ, કોમ્યુનિટી હોલ અને કેન્ટીન જેવી સુવિધાઓ
ડેક સાથે યોગ, એરોબિક્સ ઝોન, જોગિંગ અને વોકિંગ ટ્રેક
માસ્ટર બેડરૂમ: 11.9 ફૂટ x 15.9 ફૂટ
લિવિંગ રૂમ: 224 સ્ક્વેર ફૂટ
રસોડું: 12 ફૂટ x 12 ફૂટ
બાલ્કની: 11.3 ફૂટ x 11.9 ફૂટ
આ નવી સુવિધાઓ ધારાસભ્યોને આરામદાયક જીવન જીવવા અને તેમની સેવાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરણા પૂરું પાડશે. સેક્ટર-17માં જૂના MLA ક્વાર્ટર્સ તોડી નવા ક્વાર્ટર્સનું નિર્માણ કરાયું છે, જે આધુનિક અને લક્ઝુરિયસ રહેવા યોગ્ય છે.
લોકાર્પણ બાદ ડ્રોઅર્સ દ્વારા ધારાસભ્યો અને કેટલાક પૂર્વ-વર્તમાન પ્રધાનોને ફ્લેટ ફાળવાશે. આ વ્યવસ્થા સાથે સરકાર ધારાસભ્યો અને પોલીસ સિક્યુરિટી સ્ટાફ માટે પણ આરામદાયક અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.
Published On - 12:37 pm, Thu, 23 October 25