નેશનલ હાઇવે ઓથોરિટીના જનરલ મેનેજર સહિત 9 અધિકારીઓ સામે સીબીઆઈની કાર્યવાહી, 22 સ્થળોએ દરોડા

| Edited By: | Updated on: Apr 04, 2022 | 10:29 AM

સીબીઆઇની સુરતમાં છેદી રામ ભવન યાદવની કમલ કન્સ્ટ્રક્શન અને હજીરાની સોમા આઇસોકેસ તેમજ ટોલ-વે પ્રાઇવેટના ડાયરેક્ટર સામે પણ ગુનો દાખલ કરીને દરોડા પાડીને મોટીમાત્રામાં દસ્તાવેજો જપ્ત કર્યા છે.

નેશનલ હાઇવે ઓથોરિટી (National Highway Authority) ના પ્રોજેકટ (Project) માં કટકી કરવાના આરોપસર સીબીઆઈ (CBI)  દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીના જનરલ મેનેજર સહિત 9 અધિકારીઓ (officers) સામે કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 22 લોકો સામે ગુનો દાખલ કરીને સીબીઆઇએ તપાસ શરૂ કરી છે. સીબીઆઈની ટીમ દ્વારા ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં કાર્યવાહી કરાઈ છે. દરોડા (raid) માં 1.1 કરોડ રોકડા, 49 લાખની એફ.ડી. અને 4.5 કરોડના દાગીના જપ્ત કર્યા છે. 2008થી 2010 વચ્ચેના 3 પ્રોજેકટમાં મોટા પાયે કટકી થઈ હોવાની માહિતી અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં સુરત-હજીરા પોર્ટ નેશનલ હાઇવે-6, કિશનગઢ-અજમેર-બિયાવર નેશનલ હાઇવે-8 અને વારાણસી-ઔરંગાબાદ નેશનલ હાઇવે-2 માં ખાનગી કંપનીઓ અને વચેટીયાઓ સાથે મળીને કટકી કરી હોવાની માહીતીના આધારે સીબીઆઈએ દરોડા પાડ્યા છે.

2008-2010માં સુરત હજીરા નેશનલ હાઇવે નંબર -6 , કિશનગઢ-અજમેર -બિયાવર હાઇવે પ્રોજેક્ટ અને વારાણસી -ઓરંગાબાદ હાઇવે પ્રોજેક્ટનુ કામ ખાનગી કંપનીઓને સોપ્યુ હતુ. સીબીઆઇની સુરતમાં છેદી રામ ભવન યાદવની કમલ કન્સ્ટ્રક્શન અને હજીરાની સોમા આઇસોકેસ તેમજ ટોલ-વે પ્રાઇવેટના ડાયરેક્ટર સામે પણ ગુનો દાખલ કરીને દરોડા પાડીને મોટીમાત્રામાં દસ્તાવેજો જપ્ત કર્યા છે.

દિલ્હી, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ , રાજસ્થાનમાં 22 સ્થળે દરોડા પાડીને મોટીમાત્રામાં મિલકતો ખરીદી હાવાના દસ્તાવેજો જપ્ત કર્યા છે. 1.1 કરોડની ગોલ્ડ જવેલરી ઉપરાત 4.5 કરોડની ગોલ્ડ જવેલરી દરોડા દરમ્યાન જપ્ત કરી છે. સરકારી અધિકારીઓને રહેઠાણે દરોડા પાડીને બેન્કની પાસબુકો અને લોકરો સીઝ કર્યા છે. દરોડામાં 45 લાખની એફડી પણ જપ્ત કરી છે.

આ પણ વાંચોઃ Surat : સુરત જિલ્લા સેવાસદનના ઉજ્જડ બાગમાં 1 હજાર ટુ વ્હીલર માટે પાર્કિંગ બનાવાશે

આ પણઁ વાંચોઃ Surat : યુક્રેનથી સુરત પરત ફરેલા વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ લઈ રહ્યા છે, સાયરન વાગે એટલે શિક્ષકો કલાસ અધૂરા મૂકી બંકરમાં જતા રહે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-