Cause of death : કોરોના મૃતકોના મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના નથી દર્શાવાતું, તો સ્વજનોને સહાય કેવી રીતે મળશે?

|

Jun 03, 2021 | 6:25 PM

Cause of death : રાજ્ય સરકાર મરણનું જે પ્રમાણપત્ર આપે છે એમાં મરણના કારણનો અને કારણ તરીકે કોરોનાનો કોઈ ઉલ્લેખ જ કરવામાં આવતો નથી.

Cause of death : કોરોના મૃતકોના મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના નથી દર્શાવાતું, તો સ્વજનોને સહાય કેવી રીતે મળશે?
સાંકેતિક તસ્વીર

Follow us on

Cause of death : કોરોનાના કારણે માતા-પિતા ગુમાવી ચૂકેલા અને અનાથ બનેલા બાળકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય આવા નિરાધાર બાળકો માટે આશીર્વાદ સમાન બની રહેશે. ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં કરોનાના મૃતકોના સ્વજનોને 4-4 લાખની સહાય આપવા માટેની અરજી કરવામાં આવી છે.

પણ આ સહાય કે યોજનાનો લાભ લેવા માટે સૌથી મોટું પરિબળ આવા બાળકોના માતા-પિતા અથવા સ્વજન કોરોનાથી મૃત્યુ પામ્યા (Cause of death)હોવાનું સાબિત કરવું જરૂરી છે. રાજ્ય સરકાર મરણનું જે પ્રમાણપત્ર આપે છે એમાં મરણના કારણનો અને કારણ તરીકે કોરોનાનો કોઈ ઉલ્લેખ જ કરવામાં આવતો નથી.

 

મૃત્યુના પ્રમાણપત્રમાં કોરોનાનો કોઈ ઉલ્લેખ જ નહી
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મૃત્યુનું જે પ્રમાણપત્ર આપવામાં આવે છે, તેમાં રજૂ થયેલી તમામ પ્રકારની માહિતી મૃતકોના આશ્રીતો અને સ્વજનો માટે મહત્વની બની રહે છે. કારણકે આ પ્રમાણપત્રને આધારે જ વીમા સહીતની વળતરની યોજનાઓમાં દવાઓ કરી શકાય છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

પણ કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોના મૃત્યુ પ્રમાણપત્રમાં રાજ્ય સરકાર દ્વારા મૃત્યુના કારણ (Cause of death) તરીકે કોરોનાથી મૃત્યુ થયું એવો ઉલ્લેખ કરવામાં નથી આવી રહ્યો. આના કારણે કોરોના મૃતકોના આશ્રીતો અને સ્વજનોને કોરોનાને કારણે મૃત્યુ થવા અંગેની વળતરની યોજનાની સહાય મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.

 

ગુજરાત સરકારે જાહેર કેરેલી યોજના
કોરોના મહામારીમાં અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે માસિક ભથ્થા સહીતની સહાયની જાહેરાત કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) એ 29 મે ના રોજ રાજ્યમાં આવા બાળકો માટે સહાયની જાહેરાત કરતા મુખ્યમંત્રી બાળ સેવા યોજના (Mukhyamantri Bal Seva Yojana) ની જાહેરાત કરી હતી.

આ યોજનામાં આવા બાળકો માટે માસિક ભથ્થા, વિદેશ અભ્યાસમાં લોનમાં રાહત, મુખ્યામ્નાત્રી સ્વાલંબન યોજનામાં અગ્રતા, કિશોરીઓને કસ્તુરબા ગાંધી આવાસીય શાળામાં પ્રવેશમાં અગ્રતા તેમજ તમામ ખર્ચ, “કુંવરબાઈનું મામેરું” યોજનામાં આવી કન્યાઓને અગ્રતા તેમજ આવા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ યોજના તેમજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત મફત રાશન આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલી યોજના
કેન્દ્ર સરકાર તરફથી અનાથ બાળકોને મળશે આ લાભો
કોરોનાને કારણે અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી સહાય મૂજબ આવા બાળકો 18 વર્ષના થશે ત્યારે માસિક ભથ્થું આપવામાં આવશે અને જ્યારે તેઓ 23 વર્ષના થશે ત્યારે પીએમ કેયર્સ ફંડ (PM CARES) માંથી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમના માટે મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે.

આવા બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી પાંચ લાખનો મફત આરોગ્ય વીમો પણ મળશે. આ સાથે આવા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન મેળવવા માટે મદદ કરવામાં આવશે અને પીએમ કેયર્સ ફંડ દ્વારા વ્યાજ વહન કરવામાં આવશે.

રાજ્ય અને કેન્દ્ર સરકારની આ બંને યોજનામાં અનાથ થયેલા બાળકોએ તેમજ કોરોના મૃતકોના સ્વજનોએ આર્થિક સહાય માટે પોતાના સ્વજનના મૃત્યુનું કારણ (Cause of death) કોરોના છે એ પુરવાર કરવું જરૂરી છે. પરંતુ મૃત્યુના પ્રમાણપત્રમાં આનો કોઈ ઉલ્લ્કેખ નથી. સરકાર વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવે તે જરૂરી બની ગયું છે.

Published On - 6:18 pm, Thu, 3 June 21

Next Article