માતાએ જ નવજાત દીકરીને જમીનમાં દાટી દેવાનો મામલો, સારવાર દરમ્યાન બાળકીનુ મોત

|

Aug 11, 2022 | 2:39 PM

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના ગાંભોઈ નજીકથી નવ દીવસ પહેલા એક બાળકી જમીનમાં દાટેલી હાલતમાં મળી આવી હતી. જેને બહાર નિકાળીને સ્થાનિકોએ સારવાર માટે ખસેડી હતી.

માતાએ જ નવજાત દીકરીને જમીનમાં દાટી દેવાનો મામલો, સારવાર દરમ્યાન બાળકીનુ મોત
બાળકીને કાર્ડિયાક સમસ્યા સર્જાતા મોત

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લાના હિંમતનગરના ગાંભોઈ નજીકથી નવ દીવસ પહેલા એક બાળકી જમીનમાં દાટેલી હાલતમાં મળી આવી હતી. જેને બહાર નિકાળીને સ્થાનિકોએ સારવાર માટે ખસેડી હતી. આજે વહેલી સવારે નવ દીવસની સારવાર બાદ બાળકીએ પોતાનો જીવ છોડ્યો હતો. તેને લાગેલા ઇન્ફેક્શનમાં છેલ્લા બે દીવસથી સુધારો જોવા મળ્યો હતો અને કમળાની અસરમાં પણ ઘટાડો થઈ રહ્યો હતો. પરંતુ શ્વાસ લેવાની સમસ્યામાં હતી. આ માટે નિષ્ણાંત તબીબ હિંમતનગર સિવિલ (Himmatnagar Civil) માં નહીં હોઈ વડનગર થી ખાસ બોલાવવામાં આવ્યા હતા. અને 24 કલાક તેની દેખરેખ વિશેષ ટીમ રચીને રાખવામાં આવી રહી હતી. પરંતુ હવે આ દુઃખદાયક સમાચાર સામે આવી રહ્યા છે. સિવિલના RMO દ્વારા જણાવ્યુ હતુ કે, તેને કાર્ડિયાક સમસ્યાને લઈ મોત નિપજ્યુ છે.

બાળકી છેલ્લા 9 દીવસથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. બાળકી ગત 4 ઓગષ્ટે ગાંભોઈના એક ખેતરમાંથી જીવતી દફનાયેલી હાલતમાં મળી આવી હતી. બાળકીને 108 એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં ખાસ ટીમ મારફતે તેેને સારવાર અપાઈ રહી હતી. બાળકીની સારવાર દરમિયાન બાળ રોગ નિષ્ણાંત ઉપલબ્ધ નહી હોવાને લઈ વડનગર સિવિલ થી ખાસ બોલાવાયા હતા. આમ 24 કલાક બાળકીની સારવાર માટે વિશેષ ટીમ રચીને સારવાર કરવામાં આવી રહી હતી.

બે દીવસથી તબીયત સુધારતી જણાઈ હતી

અગાઉ બે દીવસથી બાળકીની તબીયત સુધારા પર જણાઈ રહી હતી. બાળકીને કમળાની અસરમાં પણ ઘટાડો થઈ રહ્યો હતો. સાથે જ પેટ અને શરીરમાં ફેલાયેલ ઈન્ફેક્શમાં પણ ઘડાટો થઈ રહ્યો હતો. પરંતુ અચાનક જ ગઈકાલે મોડી રાત્રી બાદ કાર્ડિયાક સમસ્યા સામે આવી હતી. બાળકીનુ હાર્ટ બંધ થવાને લઈ હાજરી ટીમ દ્વારા શક્ય તમામ પ્રયાસો રાત ભર કર્યા હતા પરંતુ વહેલી સવારે બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીને નવજીવન મળી રહે એ માટે છેલ્લા 9 દીવસથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. એમ આરએણો ડો. એનએમ શાહે જણાવ્યુ હતુ.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

ઝડપતી ચાર્જશીટ રજૂ કરાશે

બાળકીના મોતના સમાચાર જાણીને જિલ્લા કલેકટર અને SP પણ સિવિલ પહોંચી આવ્યા હતા. જ્યાં તેઓએ બાળકીના મોતને લઈને જાણકારી મેળવી હતી. બાળકીના પરીવારજનોને સાંત્વન આપ્યુ હતુ અને તેમની સાથે નવ દીવસમાં બાળકી સાથે લોકોની જોડાયેલી લાગણીઓને લઈ બાળકીના અવસાન પર સંવેદના વ્યક્ત કરી હતી. SP સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલાએ Tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, બાળકીના મોતને લઈને અમે ઝડપથી હવે તપાસની કાર્યવાહી પૂર્ણ કરીશુ. મોત નિપજવાને લઈ હવે ગુનાની કલમનો પણ ઉમેરો કરીશુ, આ માટે પીએમ રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી તેજ કરી દેવાશે. હાલમાં માતા અને પિતા બંને જ્યુડિયલ કસ્ટડીમાં છે.

Published On - 8:20 am, Thu, 11 August 22

Next Article