1 FEBRUARYથી હટાવાઈ શકે છે NIGHT CURFEW, માસ્કના દંડની રકમમાં પણ ઘટાડો થવાની શક્યતા

|

Jan 25, 2021 | 2:05 PM

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યમાં 2 તબકકામાં ચૂંટણી યોજાશે. તો ચૂંટણીને લઈને રાજ્યમાં જે ચાર મહાનગર પાલિકામાં નાઈટ કર્ફ્યુ(NIGHT CURFEW) છે તેને લઈને નિર્ણય લેવાઈ શકે છે.

1 FEBRUARYથી હટાવાઈ શકે છે NIGHT CURFEW, માસ્કના દંડની રકમમાં પણ ઘટાડો થવાની શક્યતા
NIGHT CURFEW

Follow us on

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યમાં 2 તબકકામાં ચૂંટણી યોજાશે. તો ચૂંટણીને લઈને રાજ્યમાં જે ચાર મહાનગર પાલિકામાં નાઈટ કર્ફ્યુ(NIGHT CURFEW) છે તેને લઈને નિર્ણય લેવાઈ શકે છે.

1 ફેબ્રુઆરીથી(1 FEBRUARY) 4 મનપામાં રાત્રી કર્ફ્યુ હટાવાઈ શકે છે. જો રાત્રી કર્ફ્યુ ના હટાવાય તો રાત્રી કર્ફ્યુમાં છુટછાટ અપાઈ શકે છે. છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતો જાય છે. નોંધનીય છે કે, એક સમયમાં રાજ્યમાં કોરોના કેસનો આંકડો 1600 સુધી પહોંચી ગયો હતો, ફક્ત અમદાવાદમાં જ 400થી વધુ કેસ આવતા હતા જેને લઈને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ચૂંટણીને લઈને માસ્ક ના પહેરવા બદલ વસૂલાતા દંડની રકમમાં પણ ઘટાડો કરવા ભલામણ કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માસ્કના દંડની વિપરીત અસર પડી શકે છે. તો કેટલાક IAS-IPS અધિકારીએ પણ માસ્કના દંડની રકમ 100-200 કરવાનો મત વ્યક્ત કર્યો છે.

Next Article