Gujarati NewsGujaratBulldozer runs over anti social elements history sheeters dirty business in Rajkots Jungleshwar
રાજકોટના જંગલેશ્વરમા અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ચાલ્યુ બુલડોઝર
રાજકોટના જંગલેશ્વરમાં સરકારી તંત્રે હાથ ધરેલ કામગીરીમાં અનેક હિસ્ટ્રીશીટરોના મકાનો અને ઓરડીઓને ધરાશયી કરવામાં આવી છે. અનેક હિસ્ટ્રીશીટરો ગેરકાયદે બાંધેલી ઓરડીઓ ભાડે આપીને ભાડુઆતો પાસેથી ભાડું વસુલતા હતા. ડિમોલેશન દરમિયાન 11 ગુનેગારોના 8 પાક્કા મકાનો, 97 ઓરડીઓ 2 દુકાનો અને એક પ્લોટ ઉપર કરાયેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યુ છે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ હટાવવાનું ભગીરથ કાર્ય ચાલુ છે. આ અંગે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ, ગઈકાલ સોમવારે ગુજરાત વિધાનસભા સંકુલ ખાતે કહ્યું હતું કે, રાજકોટના જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડો બની ગયો હતો. આ વાક્યને સાબિત કરતા રાજકોટ ક્રાઈમના ડીસીપીએ જણાવ્યું કે, જંગલેશ્વર વિસ્તારમાં ગુનેગારો, હિસ્ટ્રીશિટરના કેટલા બાંધકામો તોડવામાં આવ્યા છે.
રાજકોટ ક્રાઈમ બ્રાંચના ડીસીપીએ જંગલેશ્વર વિસ્તારમાં તોડી પાડવામાં આવેલ ગુનેગારોના ગેરકાયદે દબાણ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારી તંત્રે હાથ ધરેલ કામગીરીમાં અનેક હિસ્ટ્રીશીટરોના મકાનો અને ઓરડીઓને ધરાશયી કરવામાં આવી છે. અનેક હિસ્ટ્રીશીટરો ગેરકાયદે બાંધેલી ઓરડીઓ ભાડે આપીને ભાડુઆતો પાસેથી ભાડું વસુલતા હતા. ડિમોલેશન દરમિયાન 11 ગુનેગારોના 8 પાક્કા મકાનો, 97 ઓરડીઓ 2 દુકાનો અને એક પ્લોટ ઉપર કરાયેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યુ છે.
જંગલેશ્વરમાં જે ગુનેગારોની મિલ્કતો આ ડિમોલેશનમાં તૂટી છે તેની યાદી આ પ્રમાણે છે.
સમીર ઉર્ફે મુરઘો યાસીનભાઇ પઠાણ – ગુજસીટોક સહિત અલગ અલગ 14 ગુનાઓ દાખલ-3 ઓરડીઓનું ડિમોલેશન