
Rajkot : રાજકોટના આજી ડેમ વિસ્તારમાં અચાનક જ લોકોને આંખ, ગળામાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. આજી ડેમ વિસ્તારમાં એમોનિયાના વેસ્ટના કારણે લોકોને આંખ, ગળામાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાનું સામે આવ્યુ છે.
તો આ તરફ સ્થાનિક લોકોએ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યુ હતુ.
આ પણ વાંચો : Rajkot : જામકંડોરણામાં જયેશ રાદડિયાનો હુંકાર, પેઢી બદલી પણ વિરોધીઓ એના એ જ છે, હિંમત હોય તો મેદાનમાં આવો
માંડા ડુંગર નજીક પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ પાછળ આ પ્રકારની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ડેપ્યુટી કલેક્ટર, ફાયર બ્રિગેડ, જીપીસીબી બોર્ડ, 108 એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર અત્યારે સ્થિતિ નિયંત્રણમાં છે.
આજી ડેમ નજીક પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ પાછળ કેમિકલ વેસ્ટ મળવાની ઘટના બની છે. જેના પગલે આજી ડેમ નજીકના વિસ્તારમાં લોકોને આંખ, ગળામાં બળતરા થઈ હતી. આ ઉપરાંત લોકોને શ્વાસ લેવામાં પણ હાલાકી થઈ રહી હતી. જેના પગલે GPCB દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે. GPCB દ્વારા એમોનિયા કેમિકલ વેસ્ટ કોણ નાખી ગયુ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. કેમિકલ વેસ્ટના નમૂના લેવામાં આવ્યા છે. GPCB દ્વારા આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 7:49 am, Wed, 27 September 23