Breaking News: ગુજરાત હાઇકોર્ટના સવાલોથી પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો પરસેવો છૂટ્યો! કયા અધિકારી એ પ્લોટ પર કબ્જો કરવાની પરવાનગી આપી? નામ આપો

વડોદરાની સરકારી જમીન પર અતિક્રમણ કરવાના મામલામાં પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણને ગુજરાત હાઇકોર્ટે જોરદાર ફટકાર લગાવી છે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની ખંડપીઠે સવાલ કર્યો છે કે તમામ કાનૂની ઔપચારિકતાઓ પૂરી થયા વિના કોઈ સરકારી પ્લોટ પર કબ્જો કેવી રીતે કરી શકે? અદાલતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે માત્ર પ્લોટ ખાલી કરવાનો આદેશ જ નહીં, પરંતુ સરકારી જમીનનો ઉપયોગ કરવા બદલ બજાર કિંમત પ્રમાણે દંડ પણ ફટકારવામાં આવી શકે છે.

Breaking News: ગુજરાત હાઇકોર્ટના સવાલોથી પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો પરસેવો છૂટ્યો! કયા અધિકારી એ પ્લોટ પર કબ્જો કરવાની પરવાનગી આપી? નામ આપો
Image Credit source: TV9 Network
| Updated on: Jun 08, 2026 | 7:40 PM

ગુજરાત હાઇકોર્ટે સોમવારે પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણને તીખા સવાલો પૂછતા કહ્યું કે, ફાળવણીની તમામ ઔપચારિકતાઓ પૂરી થયા વિના કોઈ સરકારી પ્લોટ પર કબ્જો કેવી રીતે કરી શકાય? અદાલતે સંકેત આપ્યા છે કે માત્ર પ્લોટ ખાલી કરવાનો નિર્દેશ જ નહીં, પરંતુ જાહેર જમીનના ઉપયોગ અને કબ્જા માટે દંડ પણ ફટકારી શકાય છે.

ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી. એન. રાયની ખંડપીઠે, યુસુફ પઠાણની એ અપીલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં તેમણે ઓગસ્ટ 2025ના સિંગલ બેંચના આદેશને પડકાર્યો છે. સિંગલ જજે તેમને વડોદરાની સરકારી જમીન પર દબાણ કરનાર જાહેર કર્યા હતા. સુનાવણી દરમિયાન અદાલતે જણાવ્યું કે આ મામલામાં પ્લોટની ફાળવણીનો કોઈ અંતિમ આદેશ ક્યારેય જાહેર થયો નહોતો. માત્ર એક પ્રસ્તાવ હતો, જેને પાછળથી રાજ્ય સરકારે નામંજૂર કરી દીધો હતો. અદાલતે ટિપ્પણી કરી, “જાહેર પ્લોટ પર તમામ ઔપચારિકતાઓ પૂરી કર્યા વિના કબ્જો કરનાર કોઈપણ વ્યક્તિને રાહત આપી શકાય નહીં.”

યુસુફ પઠાણ વતી સિનિયર એડવોકેટ શાલિન મહેતાએ દલીલ કરી હતી કે 1999ની એક સરકારી નીતિ હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને કેટલીક શરતો પર પ્લોટ આપવાની જોગવાઈ છે અને આ દસ્તાવેજ સિંગલ બેંચ સમક્ષ મૂકવામાં આવ્યો નહોતો. તેમનું કહેવું હતું કે તેમના અસીલ આ નીતિ હેઠળ પાત્રતા ધરાવે છે. જો કે, અદાલતે જણાવ્યું કે વડોદરા મહાનગરપાલિકા (VMC) ની સ્થાયી સમિતિનો પ્રસ્તાવ માત્ર પૂરતો નહોતો, કારણ કે પ્લોટની ફાળવણી જાહેર હરાજી વિના કરવાની હતી અને તેના માટે રાજ્ય સરકારની મંજૂરી આવશ્યક હતી.

અદાલતે યુસુફ પઠાણને શું પૂછ્યું

સુનાવણી દરમિયાન અદાલતે યુસુફ પઠાણના પક્ષને વારંવાર પૂછ્યું, “જ્યાં સુધી ફાળવણીની પ્રક્રિયા પૂરી ન થઈ, ત્યાં સુધી તમે પ્લોટ પર કબ્જો કેવી રીતે કરી લીધો? કયા અધિકારીએ આની પરવાનગી આપી? તેમના નામ આપો, અમે તપાસ શરૂ કરીશું.” અદાલતે એવું પણ કહ્યું કે કોઈપણ સ્થાવર મિલકતનો કબ્જો ત્યારે જ લઈ શકાય જ્યારે તમામ કાનૂની ઔપચારિકતાઓ પૂરી થઈ જાય. માત્ર પ્રસ્તાવ પસાર થઈ જવાથી કોઈને જમીન પર અધિકાર મળી જતો નથી.

રાજ્ય સરકાર વતી હાજર રહેલા વકીલે જણાવ્યું કે કોઈ ખેલાડીને માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવાના આધારે મિલકત મેળવવાનો મૂળભૂત અધિકાર નથી મળી જતો. તેમણે એ પણ જણાવ્યું કે યુસુફ પઠાણે અત્યાર સુધી પ્લોટ માટે કોઈ ચૂકવણી પણ કરી નથી.

કોર્ટે શું કહ્યું

આના પર અદાલતે કહ્યું, “તમે જાહેર પ્લોટની ફેન્સિંગ કરી દીધી. આ પોતે જ એક અતિક્રમણ છે અને જાહેર જમીન પર અતિક્રમણ એ એક ગુનાહિત કૃત્ય છે.” ખંડપીઠે એવું પણ ઉમેર્યું કે જો કોઈ વ્યક્તિ જાહેર જમીન પર કબ્જો જાળવી રાખે છે, ભલે તેનો ઉપયોગ ન કરી રહ્યો હોય, તેમ છતાં તે નુકસાની ચૂકવવા માટે જવાબદાર બની શકે છે. અદાલતે યુસુફ પઠાણના વકીલને પૂછ્યું કે પ્લોટ ખાલી કરવા માટે કેટલા સમયની જરૂર પડશે. આના પર વકીલે સૂચનાઓ મેળવવા માટે સમય માંગ્યો હતો. અદાલતે સંકેત આપ્યો કે તે બે અઠવાડિયાથી વધુ સમય આપવાના પક્ષમાં નથી. આ મામલાની આગામી સુનાવણી 15 જૂનના રોજ થશે. અદાલતે સ્પષ્ટ કર્યું કે તે જાહેર જમીન પર કથિત કબ્જાના સમયગાળા માટે બજાર દર મુજબ હરજાનો લગાવવાના પ્રસ્તાવ પર પણ વિચાર કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે યુસુફ પઠાણે વર્ષ 2012માં પ્લોટ ફાળવણી માટે અરજી કરી હતી. પાછળથી વડોદરા નગર નિગમે હરાજી વિના 99 વર્ષની લીઝ પર પ્લોટ આપવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને રાજ્ય સરકારે 2024માં નકારી કાઢ્યો હતો. આ પછી જમીન પરથી અતિક્રમણ હટાવવાના નિર્દેશો જાહેર કરવામાં આવ્યા હતા. સિંગલ જજે પોતાના આદેશમાં કહ્યું હતું કે ચૂકવણી કર્યા વિના લાંબા સમય સુધી કબ્જો જાળવી રાખવાથી કોઈ વ્યક્તિને જમીન પર કોઈ અધિકાર પ્રાપ્ત થતો નથી. અદાલતે એવું પણ કહ્યું હતું કે જાણીતી હસ્તીઓ સમાજ માટે આદર્શ માનવામાં આવે છે અને કાયદાના પાલનમાં તેમને વિશેષ છૂટ આપવી એ સમાજને ખોટો સંદેશ આપશે.

ચાલુ મુસાફરીએ ટ્રેનમાં જો કોઈ યાત્રિકનું મોત થાય તો શું રેલવે વિભાગ તુરંત ટેન રોકી દે છે?-વાંચો ચોંકાવનારા નિયમો

Follow Us