Breaking News : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત, ભાજપના સ્થાપના દિવસે વિવિધ કાર્યક્રમમાં હાજર રહેશે

|

Apr 04, 2023 | 1:31 PM

Ahmedabad News : અમિત શાહ સાળંગપૂર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમ હાજર રહેવાના છે. અમિત શાહ સાળંગપૂરમાં હનુમાન દાદાના દર્શન કરશે.

Breaking News : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત, ભાજપના સ્થાપના દિવસે વિવિધ કાર્યક્રમમાં હાજર રહેશે

Follow us on

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે. 6 એપ્રિલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. ભાજપના સ્થાપના દિવસે તેઓ ગુજરાતમાં હાજર રહેશે. તેઓ સાળંગપૂર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમ હાજર રહેવાના છે. અમિત શાહ સાળંગપૂરમાં હનુમાન દાદાના દર્શન કરશે.

આ પણ વાંચો-Breaking News : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત, ભાજપના સ્થાપના દિવસે વિવિધ કાર્યક્રમમાં હાજર રહેશે

બોટાદમાં સાળંગપુર મંદિરમાં હનુમાનજીના દર્શન કરશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં સાળંગપુરમાં વારંવાર દર્શન કરવા માટે જતા હોય છે. તેઓ અનેક વાર પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે તેઓ 6 એપ્રિલે ફરી ગુજરાત આવવાના છે. આ મુલાકાત વખતે તેઓ સાળંગપુર મંદિર જશે અને ત્યાં સાળંગપૂરમાં હનુમાન દાદાના દર્શન કરશે. સાથે જ સાળંગપુરમાં કાર્યકરો સાથે બેઠક કરે તેવી પણ સંભાવના છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

અમદાવાદમાં ભાજપના 43માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે

અમદાવાદમાં પણ 6 એપ્રિલે યોજાનારા ભાજપના 43માં સ્થાપના દિવસે યોજાનારા કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે. અમદાવાદમાં તેઓ ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક કરવાના છે. મહત્વનું છે કે ભાજપ દ્વારા 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી સેવા સપ્તાહ ઉજવાવાનો છે.

મત વિસ્તારના વિકાસ કામોની સમીક્ષા કરી શકે છે

તો અમિત શાહ જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે પોતાના મતવિસ્તારના વિકાસ કામો અંગેની માહિતી મેળવતા રહેતા હોય છે. દર ત્રણ મહિને કે છ મહીને તેઓ પોતાના મત વિસ્તારોમાં થયેલા વિકાસ કામોની સમીક્ષા કરતા હોય છે.ત્યારે આ વખતે પણ અમિત શાહ પોતાના મત વિસ્તારના વિકાસ કામોની સમીક્ષા કરી શકે છે. તેઓ કાર્યકરો સાથે સમીક્ષા બેઠક સરકાર સંગઠન સાથે બેઠકો કરશે.

મહત્વનું છે કે 3 એપ્રિલે અમદાવાદમાં સંત સંમેલન કાર્યક્રમાં RSS ના વડા મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ મોહન ભાગવત તેમજ ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે એક કલાક કરતાં પણ વધુ સમય માટે બેઠક થઈ હતી.  બંને વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગામી કાર્યક્રમોને લઇને ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 1:11 pm, Tue, 4 April 23

Next Article