Breaking News : રાજકોટના જેતપુરમાં બે જુના જર્જરિત મકાન ધરાશાયી, ત્રણ લોકોના મોત, જુઓ Video

|

Jul 05, 2023 | 7:21 PM

જેતપુર શહેરની ચાંપરાજની બારી વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી. જેમાં સ્થાનિકો તેમજ નગરપાલિકા દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતું. આ દુર્ઘટનામાં હજુ પણ ત્રણ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.

Breaking News : રાજકોટના જેતપુરમાં બે જુના જર્જરિત મકાન ધરાશાયી, ત્રણ લોકોના મોત, જુઓ  Video
Jetpur Accident

Follow us on

Rajkot : રાજકોટના જેતપુરમાં બે જુના જર્જરિત મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત(Death)થયા છે. જેમાં બે બાળકી અને એક વૃદ્ધનું મોત થયું છે.જેમાં જેતપુર શહેરની ચાંપરાજની બારી વિસ્તારમાં આ દુર્ઘટના ઘટી હતી. જેમાં સ્થાનિકો તેમજ નગરપાલિકા દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું હતું. આ દુર્ઘટનામાં હજુ પણ ત્રણ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.જ્યારે ધારાસભ્ય જયેશ રાદડિયા ઘટના સ્થળ પહોંચ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

રાજકોટના જેતપુરમાં બે જર્જરિત મકાન ધરાશાયી થતાં બે બાળકી સહિત 3 લોકોના મોત થયા છે.જ્યારે પાંચથી વધુ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે. જેતપુરના ચાંપરાજની બારી વિસ્તારમાં બે જર્જરિત મકાન ધરાશાયી થયા હતાં.

આ પણ વાંચો : Ahmedabad: પતિ અન્ય યુવતી સાથે પ્રેમમાં પડ્યો તો પત્ની એ ભર્યું એવું પગલું કે સમગ્ર પરિવાર વિખેરાઈ ગયો, જાણો ઘટના

જેમાં આઠ જેટલા લોકો દટાયા હતા બનાવની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. મકાનના કાટમાળ નીચેથી આઠ લોકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા.જ્યાં બે બાળકી અને એક વૃદ્ધા સહિત ત્રણ લોકોના મોત થયા હતા.

આ બનાવની જાણ થતાં જ ધારાસભ્ય જયેશ રાદડિયા હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યાં હતા અને મૃતક અને ઇજાગ્રસ્તના પરિવારોને તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી.તો બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકાની બેદરકારીને કારણે નિર્દોષ લોકોના મોત થયા છે.પાલિકાની પાણીની ટાંકીમાંથી પાણી આવતું હોવાથી અગાઉ પણ અનેક મકાન ધરાશાયી થયા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 4:10 pm, Wed, 5 July 23

Next Article