
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો સહિત દેશભરના 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે.દેશમાં ચોમાસું હવે જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈથી લઈ અરુણાચલ પ્રદેશમાં પુર જેવી સ્થિત જોવા મળી રહી છે. યુપી,એમપી, બિહાર, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. જોકે, રાજધાની દિલ્હી અને નજીકના NCRમાં હાલમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ છે. જોકે, અહીં પણ વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ચોમાસું 2-3 દિવસમાં ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક વિસ્તારો તેમજ ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગળ વધી શકે છે. આ વચ્ચે હવામાન વિભાગે 19 રાજ્યમાં આગામી 24 કલાકની અંદર ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન 60 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફુંકાશે.
Advance of Southwest Monsoon 2026 :
❖ The Southwest Monsoon has further advanced into some parts of Northeast Arabian Sea, Gujarat & Madhya Pradesh, remaining parts of Maharashtra, and some more parts of Chhattisgarh & Jharkhand, today the 24th June, 2026.
❖ The Northern… pic.twitter.com/FOYIr3xLuY— India Meteorological Department (@Indiametdept) June 24, 2026
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી લઈ સુરત પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકોને રાહત મળી શકે છે. 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં અલગ અલગ સ્થાનો પર ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન વીજળીની સાથે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન અને ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે.
અલ નીનો ઘટનાથી ચોમાસા પર અસર પડી રહી છે. ગુજરાતમાં જૂન મહિનામાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 76 ટકા ઓછો વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોના ખરીફ પાક પર અસર થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ચોમાસાના આગમનમાં હજુ 3 થી 5 દિવસનો સમય લાગી શકે છે.