Breaking News : ગ્રામ પંચાયત ચૂંટણીના મતદાન વચ્ચે રાપર અને ઝાલોદના મતદાન મથક પર થઈ મારામારી

કચ્છ ઉપરાંત દાહોદના ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામમાં મતદાન મથક ઉપર માથાકૂટ થઈ છે. ધામણખોબરા પ્રાથમિક કેન્દ્રમાં માથાકૂટ થઈ છે. સરપંચ પદના સર્મથકોએ સામસામે પથ્થરમારો કર્યો હતો.

Breaking News : ગ્રામ પંચાયત ચૂંટણીના મતદાન વચ્ચે રાપર અને ઝાલોદના મતદાન મથક પર થઈ મારામારી
| Edited By: | Updated on: Jun 22, 2025 | 3:07 PM

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.આજે કુલ 8 હજાર 326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. તે વચ્ચે કચ્છના રાપર અને દાહોદના ઝાલોદમાં આવેલા મતદાન મથક પર બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે.

રાપરના ચિત્રોડ ગામે મતદાન બાબતે ઘર્ષણ

કચ્છના રાપરમાં ગ્રામ પંચાયત ચૂંટણીના મતદાન વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાપરના ચિત્રોડ ગામે મતદાન બાબતે ઘર્ષણ થયુ છે. ઉમેદવાર અને ગામના વ્યક્તિ વચ્ચે બબાલ થઈ હતી. છુટ્ટા હાથે થયેલી મારામારીનો વીડિયો પણ વાયરલ થયો હતો. રાપર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામમાં મતદાન મથક ઉપર માથાકૂટ

કચ્છ ઉપરાંત દાહોદના ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામમાં મતદાન મથક ઉપર માથાકૂટ થઈ છે. ધામણખોબરા પ્રાથમિક કેન્દ્રમાં માથાકૂટ થઈ છે. સરપંચ પદના સર્મથકોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં હોમગાર્ડ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. જોકે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે મામલો થાળે પાડી મતદાન શરુ કરાવ્યું છે. મતદાન કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

કુલ 8 હજાર 326 ગ્રામ પંચાયત માટે મતદાન

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.આજે કુલ 8 હજાર 326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનો માટે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતદાનમાં અંદાજે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીઓના પરિણામ 25મી જૂને જાહેર કરવામાં આવશે. રાજ્યભરના 10 હજાર 479 મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMને બદલે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવે છે. જેમાં કુલ 28 હજાર 300 મતપેટીનો ઉપયોગ કરાશે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:04 pm, Sun, 22 June 25